કષ્ટભંજનદેવની કૃપાથી આ રાશિના જાતકોને વ્યવસાયમાં મળશે સફળતા,વાંચો તમારું રાશિફળ

 

મેષઃ- નાણાંકીય બાબતો માટે અનુકુળતા જળવાય. આવકનું પાસુ મજબૂત બને. કુટુંબમાં પરસ્પરના મતભેદો ટાળવા. કાર્યક્ષેત્રે સફળતા મળે. નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયતની કાળજી જરૂરી. આરોગ્ય સારૂં રહેશે.

વૃષભઃ– લાગણીશીલતાનું પ્રમાણ વધતંુ જણાય. સંબંધના ખેંચાણ ને કારણે ખોટું કામ ન થઇ જાય એનું ધ્યાન રાખવું. પારિવારિક જીવનમાં સ્નેહ વધે. ભાગ્યનો સાથ મળે છે. ધંધાકીયક્ષેત્રે નવીન ઉર્જાનો અનુભવ થાય.

મિથુનઃ– ગુસ્સાનું પ્રમાણ વધે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ વર્તાય. હાલના રોકાણોથી લાભ તથા નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. દામ્પત્ય સુખમાં આનંદ વર્તાય.

કર્કઃ– વિચારવાયુનું પ્રમાણ વધે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ વર્તાય. હાલના રોકાણોથી લાભ તથા નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. દામ્પત્ય સુખમાં આનંદ વર્તાય.

સિંહઃ– આવકનું પ્રમાણ જળવાય. પરિવારમં પરસ્પર પ્રેમની ભાવના બળવત્તર બને. ધારેલા કાર્ય પાર પાડી શકાય. નાણાંકીય રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. આરોગ્ય જળવાય. થોડો શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

કન્યાઃ– આવકનું પાસુ મજબૂત બને છે. ગણત્રીપૂર્વકના ‌આર્થિક રોકાણો યોગ્ય રીતે કરી શકશો. કાર્યક્ષેત્રે સફળતા અને યશના સહભાગી બનશો. માતાની તબિયત સાચવવાની સલાહ છે. સંતાનની પ્રગતિથી આનંદ જળવાય.

તુલાઃ– આળસનો અનુભવ થાય. કામકાજ કરવાની ઇચ્છા ન થાય. આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં માનસિક તણાવ રહે. અગત્યના કાર્યો, રોકાણો મુલતવી રાખવા. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળશે. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને.

વૃશ્ચિકઃ– આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ જળવાય. ભાઇ-બહેન સાથેના સંબંધોમાં તણાવ રહે. સ્થાવર-જંગમ મિલકતક્ષેત્રે ફાયદો અનુભવી શકાય. ગળાના રોગોથી સાવચેતી જરૂરી. વૈવાહિક જીવનમાં પ્રેમ વધે.

ધનઃ– મન અશાંત રહે. નકારાત્મક વિચારો વધે. ડિપ્રેશનના દર્દી માટે વિશેષ સાવધાની જરૂરી. નાણાંકીય આવક અટકતી જણાય. સ્થાવર-જંગમ મિલકત અંગેના પ્રશ્નો ઉકેલાય. માતાની  તબિયત સાચવવી. દામ્પત્ય જીવનમાં ગુસ્સો ટાળવો.

મકરઃ– માનસિક સ્થિરતા જળવાય. સામાજીક કાર્યોમાં સમય પસાર થાય, માન-સન્માન વધતા જણાય. ખોટા ખર્ચ ટાળવા. મિલકત તથા વાહન અંગે શુભ સમય છે. સંતાન સુખમાં વધારો સંભવે. આરોગ્ય જળવાય. માથામાં ઇજા થાય તો સાવધાની જરૂરી.

કુંભઃ– માનસિક તણાવ વધતો જણાય. આવકનું પ્રમાણ ધાર્યા કરતાં ઘટે. ખર્ચનું પ્રમાણ વધે. ધંધામાં નાણાં ફસાઇ જવાના યોગ બને છે. માતૃસુખ જળવાય. સ્ત્રી વર્ગ તરફથી લાભ. પાણીનો રોગોથી સાચવવું.

મીનઃ– આત્મવિશ્વાસ વધવાને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પરસ્પર પ્રેમમાં વધારો થાય. સંતાનની તબિયતની ચિંતા રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. જુના મિત્રોની મુલાકાત શક્ય બને.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *