પરીક્ષા પૂરી થવાની 30 મિનિટ પહેલા ધોરણ-10 નું હિન્દીનું પેપર વાયરલ થયું

ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવા ( Peper Leak ) ના બનાવો કેમ બને છે તે ખરેખર નથી સમજાતું. હવે ફરીથી ધોરણ 10નું પેપર ફૂટ્યાની આશંકાને પગલે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષા ચાલુ છે. ત્યારે આજે ધોરણ 10માં હિન્દીનું પેપર હતું. આ દરમિયાન પેપરમાં પૂછાયેલા સવાલના હાથથી લખાયેલા જવાબ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. પેપરમાં સવાલના સેક્શન પ્રમાણે જવાબો વાયરલ થયાં હતાં.આજના પેપરના જવાબ લીક થયા છે જેથી શિક્ષણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.એવું અધિકારીઓએ જણાવ્યું છે. ફેસબુકના જે પેજ પર આ પેપર વાયરલ થયું છે. તેમાં એવું લખ્યું છે કે, ધોરણ 10 નું પેપર પૂરું થવાને હજી અડધા કલાક ની વાર છે પણ કોઈ અજાણ્યા નંબર પરથી આ પેપર વોટ્સએપ પર મળ્યું છે.ઘનશ્યામ ચારેલ નામના વ્યક્તિએ પેપર સોલ્વ થયેલા ફોટા સોશિયલ મીડિયા પર મૂકીને ગેરીરીતિ અંગે જણાવ્યું હતું.

પેપરના લીક થયાના સમાચારથી શિક્ષણ વિભાગ હરકતમાં
ફેસબુક પર આપના અડ્ડા નામના પેજ પર આ પેપરના જવાબના ફોટા વાયરલ થયાં છે. વાયરલ પેપર મામલે શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવી ગયો છે. આ પેપરમાં પુછાયેલા સવાલ જ હતાં કે નહીં તે અંગે શિક્ષણ સચિવ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કે હજી સુધી સાબિત નથી થયું કે આજના પેપરના જ જવાબ લીક થયાં છે. ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે કહ્યુ કે પેપરમાં ગેરીરીતિ થઈ છે જેથી અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.જે સેન્ટર કે જે માધ્યમથી પેપર લીક થયું છે તે તમામ પુરાવા સાથે ફરિયાદ કરીશું.

 

છેલ્લા 10 વર્ષમાં આ પરીક્ષાનાં પેપર ફૂટ્યાં

  • GPSCની ચીફ ઓફિસરની ભરતી: 2013
  • રેવન્યુ તલાટીની ભરતી પરીક્ષા: 2014
  • મુખ્ય સેવિકા: 2018
  • નાયબ ચિટનીસ: 2018
  • પોલીસ લોકરક્ષક દળ: 2018
  • શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી TAT: 2018
  • બિનસચિવાલય ક્લાર્ક: 2019
  • DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી: જુલાઈ, 2021
  • સબ-ઓડિટર: ઓક્ટોબર, 2021
  • હેડ ક્લાર્ક: ડિસેમ્બર, 2021

 

નોંધ : ધોરણ 10 ના પેપર અંગે અમે પુષ્ટિ નથી કરતા..

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *