આજે રાજ્યમાં ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ફરી એકવાર સૌથી વધુ A-1 ગ્રેડ સાથે સુરત રાજ્યભરમાં આગળ છે ત્યારે ગુજકેટના પરિણામમાં પણ સુરતે બાજી મારી છે. સમગ્ર ગુજરાતમાં સુરતની વિદ્યાર્થીની પ્રથમ ક્રમે આવી છે.
- સમગ્ર ગુજરાતમાં સુરતની વિદ્યાર્થીની આવી પ્રથમ ક્રમે
- સુરતની વૈભવી મકવાણા ગુજકેટમાં મેળવ્યા 120 માંથી 120 માર્ક્સ
- સમગ્ર ગુજરાતમાં મેળવ્યો વૈભવીએ પ્રથમ ક્રમાંક
મળતી માહિતી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરુવારના રોજ ધોરણ.૧૨ સાયન્સનું પરિણામ જાહેર થઇ ગયું છે. સાથે જ ગુજકેટનું પરિણામ જાહેર કરાયું છે. જેમા સુરતની આશાદીપ સ્કૂલ માં અભ્યાસ કરતી વૈભવી મકવાણાએ ગુજકેટમાં 120માંથી 120 માર્ક્સ મેળવ્યા છે. આખા ગુજરાતમાં વૈભવીએ પ્રથમ ક્રમાંક મેળવીને સુરતનું અને પરિવાર નું નામ રોશન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે ધોરણ 12 સાયન્સ બાદ ડિગ્રી એન્જીનીયરીંગ તેમજ ડિગ્રી/ ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ગુજકેટની પરીક્ષા આપવી ફરજિયાત છે. ગુજકેટ 2022 ની પરીક્ષા સાયન્સના એ, બી અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓએ આપી હતી. ત્યારે ગુજકેટનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં A ગ્રેડનું 78.40 અને B ગ્રેડનું 68.58 ટકા અને AB ગ્રેડનું 78.38 ટકા પરિણામ જાહેર થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો