31 જુલાઈ એ ઘણી યોજનાઓ માટે મહત્વપૂર્ણ હોય છે. કારણ કે જુલાઈમાં એવા ઘણા કામ હોય છે જે પુરા કરવામાં ન આવે તો પછી તમારે મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. જણાવી દઈએ કે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. એટલું જ નહીં, પીએમ કિસાન સન્માન નિધિના ઈ-કેવાયસીની છેલ્લી તારીખ પણ 31 જુલાઈ છે. આ ઉપરાંત ચોમાસુ પાક વીમો મેળવવાની પણ અંતિમ તારીખ 31 જુલાઈ છે. તેથી, સમયસર તમામ કામ પુરા કરી લો, નહીં તો તમારે ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. તો આ ત્રણ કામ સમયસર કરાવી લો.
ITR ફાઈલ
આવકવેરા રિટર્ન ફાઈલ કરવા માટે નાણાકીય વર્ષ 2021-22 એટલે કે એસેસમેન્ટ વર્ષ 2022-23 માટે આઈટીઆર ફાઈલ કરવામાં આવશે. 31 જુલાઇ બાદ આઇટીઆર ફાઇલ કરવા માટે તમારે લેટ ફી આપવી પડશે. આ અંતર્ગત જો ટેક્સેબલ ઇનકમ 5 લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોય તો લેટ ફી 1000 અને ટેક્સેબલ ઇનકમ 5 લાખ રૂપિયાથી વધારે છે તો 5000 રૂપિયા લેટ ફી આપવી પડશે. ઘણા કિસ્સાઓમાં આ ફી 10,000 સુધી પણ હોય શકે છે.
પીએમ કિસાન યોજના KYC
આ ઉપરાંત લાયક ખેડૂતો કે જેમણે હજી સુધી પીએમ કિસાન યોજના માટે કેવાયસી કરાવ્યું નથી. તેમના માટે ફરી એકવાર તારીખ વધારવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઈ-કેવાયસીની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. આ કામને કરાવવામાં હવે થોડા દિવસનો સમય બચ્યો છે. જો યોજના હેઠળ યોગ્યતા ધરાવતા ખેડૂત કેવાઈસી નથી કરાવતા તો તેમને પીએમ કિસાનના બે હજાર રૂપિયા મળશે નહીં. સરકાર તરફથી છેતરપિંડી અટકાવવા માટે કેવાઈસી પ્રક્રિયા કરાવવામાં આવી રહી છે. જો 31 જુલાઈ 2022 સુધી કેવાઈસી કરવામાં આવી તો યોગ્યતા ધરાવતા ખેડૂતોને પીએમ કિસાન યોજનાના આગામી હપ્તા હેઠળ 2000 રૂપિયા મળશે.
પાક વીમો
વરસાદની ઋતુમાં ઘણી જગ્યાએ પૂર આવ્યું છે. જેના કારણે ખેડૂતોનો પાક નાશ પામ્યો છે. આવી સ્થિતિમાં, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માટે પોતાને નોંધણી કરાવવી જરૂરી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા ટ્વીટ અનુસાર પાક વીમા માટે રજિસ્ટ્રેશન 31 જુલાઈ સુધી કરી શકાશે. જેના કારણે તમારું નુકસાન ભરપાઈ થઈ જશે. જો તમે 31 જુલાઈએ ચૂકી જશો તો તમારે ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો