અકસ્માતમાં પરિવારના 6 સભ્યોએ ગુમાવ્યા જીવ, 3 દીકરીઓને 24-24 લાખની મળી સહાય

અકસ્માતમાં પરિવારની છત્રછાયા ગુમાવનાર ત્રણ દીકરીઓ માટે સોશિયલ મીડિયાના અભિયાનથી 22 લાખ અને સીએમ ફંડમાંથી 24-24 લાખની મળી સહાય

Sahaya

   

સામાજિક પ્રસંગે વરાછાથી ગોંડલ જઈ રહ્યા હતા ત્યારે 23 નવેમ્બરે ગોંડલ નજીક ભયંકર અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં સુરતના ગઢિયા પરિવારના ચાર સભ્યો અને બાંબરોલિયા પરિવારના બે સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં 6 વર્ષની જેનીનો જીવ બચી ગયો હતો. ઘરે રહી ગયેલી બે દીકરીઓ બંસરી અને દૃષ્ટિ સહિત આખા પરિવારમાં ફક્ત આ ત્રણ દીકરીઓ જ બચી ગઈ છે. જેની, બંસરી અને દૃષ્ટિ શોકમાં હતી. આ 3 દીકરીઓએ 6 લોકોના અંતિમ સંસ્કાર કર્યા હતા. સીઆર પાટીલે 3 દીકરીઓને 25-25 હજાર આપ્યા.

 

આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ્લ પાનશેરિયાએ દીકરીઓની જવાબદારી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પ્રફુલ્લ પાનશેરિયાએ આસપાસના સમાજના આગેવાનોને બંસરીના ઘરે બોલાવ્યા અને આ દીકરીઓના શિક્ષણ અને તેમના ભવિષ્ય માટે આગળની આર્થિક વ્યવસ્થાનું બીડું ઉપાડ્યું. પ્રફુલ્લ પાનશેરિયાએ સોશિયલ મીડિયા દ્વારા લોકોને અપીલ કરી છે અને આજે ભાજપ કાર્યકર હિતેશ લાઠીયા, સામાજિક કાર્યકર મનસુખ કાસોદરિયા અને મહેશ ભુવાની યુવા ટીમે આ દીકરીઓના બેંક ખાતામાં 22 લાખ રૂપિયા જમા કરાવ્યા છે. આશાદિપ ગ્રૂપ સ્કુલ ઓફ સ્કુલ ના મેનેજિંગ ડાયરેકટર શેલૈષભાઇ રામાણી તેમજ મહેશભાઈ રામાણી શિક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ પ્રદેશના પાટીદાર સમાજના આગેવાન અને ભાજપના ઉપપ્રમુખ ભરતભાઈ બોગરા દ્વારા સીએમ ભંડોળમાંથી 4-4 લાખ રૂપિયા પ્રત્યેક મૃતક જાહેર કરવા માટે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલને સૂચન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જાણ કરતાં તેમણે તાત્કાલિક મૃતકના પરિવારની ત્રણ હયાત દીકરીઓ માટે 24 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

 

આજે આ ત્રણ દીકરીઓ માટે સીઆર પાટીલે ત્રણ દીકરીઓને 25-25 હજાર એટલે કે કુલ 75 હજારની મદદ કરી. આ સાથે તેઓ કોઈપણ કામમાં મદદ કરવાની તૈયારી પણ બતાવી રહ્યા છે. આ દુ:ખદ ઘટનામાં માત્ર રાજકીય જ નહીં સામાજિક સંવેદનશીલતા પણ પ્રગટ થઈ હતી. લોકોએ ચારે બાજુથી પ્રાર્થના કરી છે. પ્રફુલભાઈ અને તેમની ટીમ દ્વારા 22 લાખ એકત્ર કરવામાં આવ્યા છે. 24 લાખ સીએમ ફંડમાંથી સી.આર પાટીલની ભલામણ પર આ નાણાં એકત્ર કરવામાં આવ્યા છે.  

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

👉આપ અમને Google News પર ફોલો કરો 👈 નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *