Breaking News : અફઘાનિસ્તાનમાં 6.1નો ભયાનક ભૂકંપ, 200થી વધુના મોત; વધી શકે છે આંકડો

Eathquake

ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આજે સવારે ભૂકંપ આવ્યો હતો. મળેલી જાણકારી અનુસાર આ ઝટકો 6.1ની તીવ્રતાનો હતો. હાલમાં ભૂકંપના કારણે થયેલા નુકસાનની વિગતો સામે આવી નથી. યુએસ જિયોલિજકલ સર્વેના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતો. આપને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં આ ભૂકંપના કારણે લગભગ 155 લોકોના મોત થઈ ગયા છે. મોતના આ આંકડો હજૂ પણ વધી શકે છે. ઉપરાંત અન્ય કેટલાય લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર આવી રહ્યા છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ વાતની જાણકારી આપી હતી, તેમા જણાવ્યું હતું કે, પાડોશી દેશમાં મોડી રાતે લગભગ બે કલાકને 24 મીનિટે ભૂકંપ આવ્યો હતો અને રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 6.1ની આંકવામાં આવી હતી.

અફઘાનિસ્તાનના મીડિયાના જણાવ્યા પ્રમાણે આ ભૂકંપમાં 200થી વધારે લોકોના મોત થયા છે.

 

એક રિપોર્ટ અનુસાર ભૂકંપના ઝટકા પાકિસ્તનના ઈસ્લામાબાદ સહિત બાકીના શહેરોમાં પણ અનુભવાયા હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો ભૂકંપની વાતો કરી રહ્યા છે. લોકોએ લખ્યું કે, ભૂકંપના આ ઝટકા અમુક સેકન્ડ સુધી અનુભવાયા હતા. પણ તેના કારણે લોકોમાં ડર ફેલાતા આમ તેમ ભાગવા લાગ્યા હતા.

આ અગાઉ શુક્રવારે પણ પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. ત્યારે ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી અને મુલ્તાનમાં મોટા ઝટકા અનુભવાયા હતા. આ ઝટકા ફેસલાબાદ, એબટાબાદ, સ્વાત, બુનેર, કોહાટ અને મલકાંડીમાં અનુભવાયા હતા.

ભૂકંપની હચમચાવી દે તેવી તસવીરો

1 1655876755

2 1655876765

3 1655876776

4 1655876786

કેમ આવે છે ભૂકંપ?

પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ્સ અથડાય છે તેને જોન ફોલ્ટ લાઈન કહેવામાં આવે છે. વારંવાર અથડાવાના કારણે અમુક પ્લેટ્સના ખૂણા તૂટી જાય છે. ત્યારે અંદરની ગરમી બહાર આવવાનો રસ્તો શોધે છે અને તે હલચલ પછી ભૂકંપ આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp