ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ કેમ 6 કલાક ઠપ રહ્યા? સામે આવ્યું ચોકવનારું કારણ

ભારતીય સમય મુજબ રાતે લગભગ સવા નવ વાગ્યાની આસપાસ સમગ્ર વિશ્વમાં ફેસબુક, વોટ્સએપ, અને ઈન્સ્ટાગ્રામે સર્વર ડાઉન થવાના કારણે કામ કરવાનું બંધ કરી દીધુ હતું. ટેક્નિકલ ખામીના કારણે લોકોએ ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને અનેક કંપનીઓના કામકાજ અટકી પડ્યા.

Wp Instagram Facebook

ભારતીય સમય મુજબ રાતે લગભગ સવા નવ વાગ્યાની આસપાસ સમગ્ર વિશ્વમાં ફેસબુક, વોટ્સએપ, અને ઈન્સ્ટાગ્રામે સર્વર ડાઉન થવાના કારણે કામ કરવાનું બંધ કરી દીધુ હતું. ટેક્નિકલ ખામીના કારણે લોકોએ ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને અનેક કંપનીઓના કામકાજ અટકી પડ્યા. સોશિયલ મીડિયા ઉપર પણ #WhatsAppDown અને #FacebookDown ટ્રેન્ડ થવા લાગ્યા. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ 6 કલાક જેટલું બંધ રહ્યા બાદ ભારતીય સમય મુજબ 3.24 વાગે ફરીથી શરૂ થયા. એ જ રીતે વોટ્સએપ 7 કલાક જેટલું બંધ  રહ્યા બાદ ભારતીય સમય મુજબ 4.19 વાગે ફરીથી શરૂ થયું.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક (Facebook), વોટ્સએપ (WhatsApp) અને ઇન્સ્ટાગ્રામ (Instagram) લગભગ 6 કલાક સુધી ઠપ રહ્યા બાદ હવે આંશિક રીતે ફરી રિસ્ટોર થઈ ગયા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે કરોડો યૂઝર્સને પ્રભાવિત કરનારી આ પરેશાનીનું કારણ શું હતું. મળતી માહિતી મુજબ, ત્રણ પ્લેટફોર્મ કંપનીના ડોમેન નેમ સિસ્ટમમાં (Domain Name System- DNS) આવેલી ગડબડના કારણે ઠપ થઈ ગયા હતા. જોકે, આ તકલીફના કારણે ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગને (Mark Zuckerberg) પણ ઘણું આર્થિક નુકસાન થયું છે.

ક્લાઉડફેરના સીટીઓ જોન ગ્રાહમ કમિંગ જણાવે છે કે, બીજીપી (BGP) અપડેટ્સના ક્રમમાં ફેસબુક અને તેનાથી સંબંધિત પ્રોપર્ટીઝ ઇન્ટરનેટથી ગાયબ થઈ ગઈ હતી. ટેકનીકલ અને ઇન્ટરનેટ (Internet) સાથે જોડાયેલા શબ્દોને સરળતાથી આને સમજી શકાય છે

કેમ ત્રણેય એક સાથે બંધ થયા

ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, અને વોટ્સએપ ત્રણેય પર ફેસબુકનું જ સ્વામિત્વ છે. આથી ત્રણેયના સર્વર પણ એકબીજા સાથે જોડાયેલા છે. જેના કારણે થોડા ઘણા ફેરફાર પણ ત્રણેયને પ્રભાવિત કરે છે. જો કે આ મહાઅડચણ ફેસબુકના સર્વરમાં કયા કારણે આવી તેનું કારણ હજુ પણ સ્પષ્ટ થઈ શક્યું નથી. 

શું છે DNS અને કેમ તેમાં તકલીફ ઊભી થઈ?

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, ડીએનએસ ઈન્ટરનેટની ફોનબુકની જેમ હોય છે. તે એક એવું ટૂલ છે જે Facebook.com જેવા વેબ ડોમેનને (Web Domain) એક વાસ્તવિક ઇન્ટરનેટ પ્રોટોકોલ કે IP Addressમાં ફેરવી દે છે. સોમવારે ફેસબુકના ડીએનએસ રેકોર્ડ્સના કારણે ટેકનીકલ તકલીફ ઊભી થઈ. જ્યારે ડીએનએસની ખામી થાય છે તો Facebook.comના યૂઝરનું પ્રોફાઇલ પેજ બનવું અશક્ય થઈ જાય છે.

જોકે, એવું નથી કે ફેસબુકના મોટા પ્લેટફોર્સ્ક જ ઠપ થયા. આ દરમિયાન કંપનીના પોતાના ઇ-મેલ સિસ્ટમ જેવી ઇન્ટરનલ એપ્લીકેશન પણ ઘણી પ્રભાવિત થઈ. ટ્વીટર અને રેડિટે પણ આ વાતના સંકેત આપ્યા કે કંપનીના કેલિફોર્નિયા સ્થિત મેનલો પાર્કના કર્મચારી સિક્યુરિટી વેબની મદદ ખુલનારી ઓફિસ અને કોન્ફરન્સ રુમનો ઉપયોગ નહોતા કરી શકતા.

શું છે BGP?

બ્લૂમબર્ગના રિપોર્ટથી જાણવા મળે છે કે ફેસબુકમાં થયેલી તકલીફનું કારણ બોર્ડર ગેટવે પ્રોટોકોલ (Border Gateway Protocol) એટલે કે BGP જ છે. જો ડીએનએસ ઇન્ટરનેટની ફોન બુક છે તો બીજીપી તેની પોસ્ટલ સેવા છે. જ્યારે કોઈ યૂઝર ઇન્ટરનેટ પર ડેટામાં પ્રવેશ કરે છે તો બીજીપી તે રૂટને નક્કી કરે છે જ્યાં ડેટા ટ્રાવેલ કરી શકે છે. જોન ગ્રાહમના ટ્વીટ મુજબ, પબ્લિક રેકોર્ડ્સ દર્શાવે છે કે ફેસબુક પ્લેટફોર્મ્સની લોડિંગ રોકવાની થોડીક મિનિટ પહેલા જ ફેસબુકના BGP રૂટમાં મોટા સ્તર પર ફેરફાર કરવામાં આવ્યા હતા.

હવે BGPની ગડબડ જણાવી શકે છે કે કેમ ફેસબુકનું ડીએનએસ ફેલ થયું. બીજી તરફ, કંપનીએ અત્યાર સુધી તેની પર પ્રતિક્રિયા નથી આપી કે અંતે 4 ઓક્ટોબરે કેમ BGP રૂટ્સ પરત લેવામાં આવ્યા હતા.

ફેસબુકના અધિકારીઓના થયા બેહાલ

ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર આવેલા આ મહાઅડચણે તે સમયે ફેસબુકના અધિકારીઓને બેહાલ કરી નાખ્યા હતા જ્યારે તેમના ઓફિસની અધિકૃત મેલ સિસ્ટમ અને કર્મચારીઓના એક્સે કાર્ડ સુદ્ધાએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું. મહાઅડચણની ઘડીમાં જ ફેસબુકના મુખ્ય ટેક્નિકલ અધિકારી માઈક સ્કરોપફેરે લોકોની આ અડચણ બદલ માફી માંગી અને લોકોને ખાતરી આપી કે તેમની ટીમ જલદી આ પરેશાનીને ઠીક કરવાની કોશિશમાં છે. 

લોક તોડીને સર્વર રૂમમાં ગઈ ટીમ

આંતરિક મેલ સિસ્ટમ ફેલ થયા બાદ કર્મચારીઓના એક્સેસ કાર્ડ સુદ્ધા ચાલતા ન હતા ત્યારે ફેસબુકે પોતાની એક ટીમ કેલિફોર્નિયાના સેન્ટા ક્લારા ડેટા સેન્ટર મોકલી. જેથી કરીને બંધ પડેલા સર્વર્સને મેન્યુઅલી રિસેક્ટ કરી શકાય અને ચીજો સારી થઈ શકે પરંતુ ત્યાં પણ એક્સેસ કાર્ડ ન ચાલવાના કારણે સર્વર ઠીક કરવા  ગયેલી ટીમે લોક તોડવા  પડ્યા અને સર્વર રૂમમાં ગઈ. કારણ કે સર્વર ઠીક કરવા માટે તેમણે સર્વરનું ફિઝિકલ એક્સેસ લેવું જરૂરી હતું. 

ફેસબુકને કરોડોનું નુકસાન

સોમવારે રાતે વિશ્વની સૌથી મોટી નેવર્કિંગ સાઈટ ફેસબુકનું સર્વર લગભગ 6 કલાક સુધી ડાઉન રહ્યું. તેનાથી ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગને 7 બિલિયન ડોલર એટલે કે લગભગ 52 હજાર કરોડ રૂપિયાનું નુકસાન ઝેલવું પડ્યું. ત્યારબાદ તેઓ અબજોપતિઓની યાદીમાં એક ડગલું નીચે સરકી ગયા. 

માર્ક ઝુકરબર્ગ અબજોપતિની યાદીઓની નીચે સરક્યા

ફેસબુકનું સર્વર ડાઉન થયા બાદ અમરિકી શેર બજારોમાં ફેસબુકના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો. એક જ દિવસમાં તેના શેર 5 ટકા ઘટી ગયા. મધ્ય સપ્ટેમ્બરથી તે અત્યાર સુધીમાં 15 ટકા ઘટી ચૂક્યા છે. Bloomberg Billionaires Index મુજબ ફેસબુકને થયેલા નુકસાનના કારણે માર્ક ઝુકરબર્ગની નેટવર્થ ઘટીને 120.9 બિલિયન ડોલર રહી ગઈ. ત્યારબાદ તેઓ બિલ ગેટ્સથી નીચે 5માં નંબરે પહોંચી ગયા છે. ઝુકરબર્ગ આ અગાઉ યાદીમાં ચોથા સ્થાને હતા. આ વર્ષે 13 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં તેમની નેટવર્થમાં 19 બિલિયન ડોલરનો ઘટાડો  થયો છે. 

ઝુકરબર્ગે માંગી માફી

સોશિયલ મીડિયા પ્લેફોર્મ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે આ સમગ્ર મામલે કહ્યું કે, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને મેસેન્જર ફરીથી ઓનલાઈન થઈ ગયા છે. અડચણ બદલ ખેદ છે. મને ખબર છે કે જે લોકોની તમે કેર કરો છો, તેમની સાથે જોડાયેલા રહેવા માટે તમને અમારી સર્વિસ પર કેટલો ભરોસો છે. 

 

વિશ્વભરમાં વ્હોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના સર્વર ડાઉન, પોસ્ટ કે મેસેજ ન થવાથી યુઝર્સ પરેશાન

 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!