ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓની વ્હારે આવી સરકાર , હેલ્પલાઈન નં પણ જાહેર

Uttarakhand FLOOD :

  • ઉત્તરાખંડમાં આભ ફાટ્યું 
  • દેવભૂમિમાં દર્શને ગયેલા ગુજરાતીઓ ફસાયા 
  • એક્શનમાં આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Cm Gujarat
Uttarakhand FLOOD

ચોમાસા બાદ સતત વરસી રહેલા વરસાદે કેટલાક રાજ્યોના જનજીવનને ખોરવી દીધુ છે. આની સૌથી વધારે અસર દક્ષિણના કેરળ અને ઉત્તરાખંડમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ માટે આજે રેડ એલર્ટ જારી કર્યુ છે. રાજ્ય માટે આગામી 24 કલાક ઘણા મહત્વપૂર્ણ છે.

ઉત્તરાખંડમાં વરસાદથી આવેલી તબાહીમાં અત્યાર સુધી 5 લોકોના મોત થઈ ચૂક્યા છે. ચમોલી ક્ષેત્રમાં ભારે વરસાદના કારણે નંદાકિની નદીમાં પૂર આવી ગયુ છે. નદીના જળ સ્તરમાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. ગંગાના તોફાનથી ઋષિકેશમાં તમામ ઘાટ જળમગ્ન થયા છે. આ ત્રાસ્દીમાં ગુજરાતના મુસાફરો પણ ફસાયા છે, જેને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને ઘર સુધી પહોંચતા કરવાની કવાયત ગુજરાત સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

સીએમ પટેલે સીએમ ધામીને ફોન ઘુમાવ્યો 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે આ મુદ્દા પર ટેલિફોનિક ચર્ચા કરી છે. ગુજરાતથી ગયેલા શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને બને તેટલી મદદ માટે ચર્ચા કરવામાં આવી છે જે બાદ રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. 

ગુજરાત ના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે, તેમનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી મેળવી શકાય તે માટે મુખ્યમંત્રીની સૂચનાને પગલે ગુજરાત સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

*આ હેલ્પ લાઇન નંબર- 079- 23251900*

આ નંબર પર ઉત્તરાખંડમાં અટવાયેલા ગુજરાતના યાત્રિકોના સગા સંબંધીઓ , સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે.

‘સાંજ સુધી રસ્તા ખૂલવાની શક્યતા છે’

આ અંગે ગુજરાતના પ્રવાસન મંત્રી, પૂર્ણેશ મોદીએ ન્યૂઝ18ગુજરાતી સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, અત્યારે સરકાર તરફથી ત્યાંના તંત્ર સાથે વાત થઇ છે. એમણે છેલ્લા કહ્યું છે કે, છેલ્લા 48 કલાકથી ત્યાં જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે ત્યાંના રસ્તા તૂટી ગયા છે. હાલ આ રસ્તાઓ પર કામ થઇ રહ્યુ છે. ગુજરાતના કેટલા પ્રવાસીઓ ત્યાં ફસાયા છે તે અંગેનો હાલ ચોક્કસ આંકડો સામે નથી આવ્યો. અમે ચોક્કસ આંકડો બપોર પછી જણાવી શકીશું. જો જરૂર પડશે તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે પણ વાત કરીશું પરંતુ હાલ અમે પરિસ્થિતિ ચકાસી રહ્યા છે. ત્યાંના ડિસ્ટ્રીક મેજીસ્ટ્રેટે જણાવ્યુ છે કે, સાંજ સુધી રસ્તો ખુલી શકે છે.

‘કેદારનાથમાં ઉપર કોઇની સાથે વાત પણ નથી થતી’

ગુજરાતનાં યશવંત ગૌસ્વામી પણ કેદારનાથમાં છે ત્યારે તેમણે  આ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું છે કે, મારા અંદાજ પ્રમાણે, ગુજરાતનાં આશરે 10થી સવાસો જેટલા પ્રવાસીઓ ફસાયા હોય શકે છે. કેદારનાથમાં ઘણો જ સ્નો ફોલ થઇ રહ્યો છે. ત્યાં લેન્ડસ્લાઇડિંગ થવાને કારણે રસ્તાઓ બંધ છે. બાળકોથી લઇને વૃદ્ધો સુધી કેદારનાથમાં ફસાયા છે. કેદારનાથમાં કોઇ વધારે સુવિધાઓ પણ નથી, જમવાથી લઇને રહેવા માટે પણ કોઇ ખાસ વ્યવસ્થા નથી. કેદારનાથમાં ફસાયેલા અમારા સંબંધીઓ સાથે પણ વાત પણ થઇ નથી શકતી. કેદારનાથમાં નીચે પણ ફોર કે ફાઇવ સ્ટાર હોટલમાં પણ ઇલેક્ટ્રિસિટીની કોઇ સુવિધા હાલ નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!