આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતએ ચીનની ચાલનો કર્યો પર્દાફાશ, કહ્યું- અમારી સહાયતા કોઈને દેવાદાર..

China India

ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તનાવની વચ્ચે યુએનમાં પણ તેની અસર દેખાઈ રહી છે. યુએનની સિક્યુરિટી કાઉન્સિલની બેઠકમાં ભારતે ચીનને ટોણો મારીને કહ્યુ હતુ કે ભારતે વૈશ્વિક એકતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે. ભારત બીજા દેશોને સહાય કરે છે પણ તેમને દેવાદાર બનાવતુ નથી.

Doctor Rajkumar ranjan

ભારતના વિદેશ રાજ્ય મંત્રી ડો.રાજનકુમાર રંજન સિંહે કહ્યુ હતુ કે પાડોશી દેશોને પ્રાથમિકતા આપવાની નીતિ હોય કે આફ્રિકન દેશોને ભાગીદાર બનાવવાની નીતી હોય, ભારતનો હંમેશા પ્રયાસ એવો રહ્યો છે કે તમામ દેશોને ભારત સશક્ત બનાવવા માટે મદદ કરે અને ભવિષ્યમાં પણ ભારત આ જ નીતિ પર કામ કરતુ રહેશે.

ભારત વતી ડો.રાજનકુમાર સિંહે કહ્યુ હતુ કે ભારત બીજા દેશોની નિર્માણ ક્ષમતા વધારવા માટે અને ત્યાં રોજગાર પેદા થાય તેના પર ધ્યાન આપતુ હોય છે અને કોઈ દેશને દેવાદાર બનાવવા જેવી સ્થિતિ પેદા કરતુ નથી. દુનિયામાં શાંતિ અને સુરક્ષા માટે તમામ દેશોને સાથે લઈને ચાલવાના પ્રયાસો જરુરી છે.

ઉલ્લેખનીય છે કે ચીનની નીતિ બીજા દેશોને સહાયના નામે લોન આપવાની અને પછી દેવાદાર બનાવવાની રહી છે.જેને લઈને ભારતે આ બેઠકમાં ચીન પર કટાક્ષ કર્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!