ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચોની T-20 સિરીઝની બુધવારથી શરૂઆત થઇ ગઈ છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલ T-20ના પહેલા મુકાબલામાં ભારતે રોહિત શર્માની કપ્તાનીમાં પાંચ વિકેટ સાથે જીત મેળવી હતી. ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડના 165 રનના લક્ષ્યાંકને સફળતાપૂર્વક પીછો કર્યો અને જીત પોતાને નામ કરી દીધી હતી. નવા કપ્તાન અને નવા કોચના માર્ગદર્શનમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને દરેક ક્ષેત્રમાં મહેમાન ટ્રામ પર ભારે પડી. આવો જાણીયે તે પાંચ ભારતીય ધુરંધરો અંગે જેમને કારણે ટીમને જીત મળી છે.
સુર્યકુમાર યાદવ:
સુર્યકુમાર યાદવે આ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. કેએલ રાહુલના આઉટ થવા છતાં તેમણે રણની ઝડપ ઓછી ન થવા દીધી અને ઝડપથી રન બનાવ્યાહતા. તેમણે T-20 ફોરમેટમાં પોતાની ત્રીજું અર્ધશતક ફટકાર્યું. સુર્યકુમારે આઉટ થતા પહેલા 40 બોલ રમીને 62 રન બનાવ્યા હતા. તેમણે રોહિત શર્મા સાથે બીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી.
રોહિત શર્મા:
ટીમ ઇન્ડિયાના કપ્તાન રોહિત શર્મા પોતાના જુનાઅંદાજમાં જોવા મળ્યા. તેમણે શરૂઆતથી જ કીવી બોલર્સને ધોવાનું શરૂઆત કરી હતી. જોકે, તેઓ પોતાના અર્ધશતકથી ચુક્યા હતા. તેમ છતાં તેમને 48 રનની મહત્વની ગેમ દર્શાવી હતી અને 2 અર્ધશતકીય ભાગીદારી પણ કરી હતી.
આર. અશ્વિન
અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિનએ ફરી પોતાનો જાદુ બતાવ્યો. તેમણે મહત્વના સમયે ભારતને સફળતા અપાવી. અશ્વિને એક જ ઓવરમાં 2 કીવી ખેલાડીઓને આઉટ કરીને ભારતની મેચમાં વાપસી કરાવી હતી. અશ્વિને 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
ભવનેશ્વર કુમાર
ટીમ ઇન્ડિયાના અનુભવી પેસ બોલર ભુવનેશ્વર કુમાર આ મેચમાં પોતાની લયમાં જોવા મળ્યા. તેમણે પોતાના જુના અંદાજમાં બોલ સ્વિન્ગ કરાવ્યો અને ભારતને પહેલી જ ઓવરમાં મોટી સફળતા અપાવી. ભુવીએ ચાર ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ લીધી હતી.
ઋષભ પંત
વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતએ મેચમાં મોટો સ્કોર તો ન બનાવ્યો છતાં તે છેવટ સુધી ટકી રહ્યો અને 17 બોલમાં 17 રન બનાવીને અણનમ રહ્યા. તેમણે છેલ્લી ઓવરમાં ફોર મારીને ભારતને જીત અપાવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક પેજ ને “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!