19 ડિસેમ્બરે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાવવાની છે. સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદારો પોલીંગ બૂથ પર જઈને મતદાન કરી શકશે. 21 ડિસેમ્બરે મતગણતરી થશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના 10 હજાર 882 ગ્રામ પચાયતમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. બેલેટ પેપરથી ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થશે. આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 54,387 મતદાન પેટીઓની વ્યવસ્થા કરવામાં આવશે. આજથી આચારસંહિતાનો અમલ થશે.
- જાહેરનામુ પ્રસિદ્ધ થવાની તારીખ 29 નવેમ્બર
- ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર
- ઉમેદવારી પત્રની ચકાસણીની તારીખ 6 ડિસેમ્બર
- ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ 7 ડિસેમ્બર
- મતદાનની તારીખ 19 ડિસેમ્બર
- મતગણતરીની તારીખ 21 ડિસેમ્બર
ગ્રામ પંચાયતની ચૂંટણીના પગલે આજથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પોલીસ બંદોબસ્ત તૈનાત છે. ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી થશે. કુલ 54,387 મતદાન પેટીઓની વ્યવસ્થા કરવામાં આવશે. આ ચૂંટણીમાં કોરોનાની માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. ઉમેદવારોએ ચૂંટણીના ખર્ચની તમામ વિગત ચૂંટણી પંચને આપવાની રહેશે.
રાજ્યમાં હાલ કુલ 2 કરોડ 6લાખ 53 હજાર મતદારો છે. તેમાંથી 1 કરોડ 6 લાખ 46 હજાર 524 પુરૃષ મતદારો છે, જ્યારે 1 કરોડ 6 હજાર 850 સ્ત્રી મતદારો છે. જે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવવા જઈ રહી છે, તેમા 15 ટકા આદિજાતિ ગામો છે.
- આજથી આદર્શ આચારસહિતા લાગુ
- કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્ત તૈનાત
- મતદાન બેલ્ટ પેપરથી થશે
- 54 હજાર 387 મતપેટીઓ આપણી પાસે છે
- કોવિડ ની સુચનનું પાલન રહેશે
- ચૂંટણીના ખર્ચ નો હિસાબ આપવો પડશે
- 1 કરોડ 6 લાખ 46 હજાર 524 પુરૃષ મતદારો
- 1 કરોડ 6 હજાર 850 સ્ત્રી મતદારો
- 2 કરોડ 6લાખ 53 હજાર મતદારો
- 27 હજાર મતદાર મથકો
- 15 ટકા આદિજાતિ ગામો છે
હાલ રાજ્યમાં 18,225 ગામોમાં 14,929 ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં છે. જેમાં નવી 191 ગ્રામ પંચાયતોને મંજૂરી મળતા હવે રાજ્યમાં 15,120 ગ્રામ પચાયતો થશે, આમ હવે ગ્રામ પંચાયતના આંકડામાં પણ વધારો થશે. પંયાત વિભાગે ગ્રામપંચાયતોની મંજૂરી માટે નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. રાજ્યના 300 ગામો એવા છે જ્યાં વસ્તી 200 લોકોથી ઓછી છે જેમાં કચ્છ સૌથી વધુ 47 ગામોમાં 200 લોકો કરતાં ઓછી વસતી છે. તેવામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ રાજ્ય સરકારે ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપી દીધી હતી.
ગ્રામ પંચાયતોની આ ચૂંટણી માટે ભાજપ સરકાર અને સંગઠને તૈયારી શરૂ કરી દીધી છે, પણ વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ સંગઠનની રચનામાં અટવાયેલા છે, ગુજરાતના ગ્રાસ રૂટ લેવલની ગ્રામ પંચાયત ની ચૂંટણી લિટમસ ટેસ્ટ પૂરવાર થઈ શકે છે. કોંગ્રેસમાં તો હજુ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પણ જાહેર કરવામાં આવ્યા નથી. જેને પગલે પંચાયતોની ચૂંટણીને લઈ કોંગ્રેસ તો અટવાયેલી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ એવી જાહેરાત કરાઇ હતી કે, ગુજરાતની ખાલી પડતી 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી ડિસેમ્બર મહિનાના મધ્યમાં યોજાશે. આ સાથે એક હજાર જેટલી ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી પણ સાથે થવાની છે. આ ચૂંટણીમાં ઇવીએમ નહીં પણ બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે.
રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર થશે. રાજ્ય ચૂંટણી પંચે મતદાર યાદી સહિતની ચૂંટણીલક્ષી તમામ કાર્યવાહી પૂર્ણ કરી છે. ગુજરાતમાં આ ચૂંટણી યોજવા માટે પુરતી સંખ્યામાં ઇવીએમ નહીં હોવાથી બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ પછી ઉમેદવારીપત્રો ભરી શકાશે.
રાજ્ય સરકાર દ્વારા 153 ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપવામાં આવી છે, કારણ કે રાજ્યના 300 ગામો એવાં છે કે જ્યાં લોકોની વસતી 200 કરતાં ઓછી છે જેમને મર્જ કરવામાં આવશે. રાજ્યમાં હાલ 18225 ગામડાઓ પૈકી 14929 ગ્રામ પંચાયત અસ્તિત્વમાં છે.
જેમાં વધુ 191 ગ્રામ પંચાયતોને મંજૂરી મળતાં તે સંખ્યા વધીને 14483 થશે. પંચાયત વિભાગે ગ્રામ પંચાયતોની મંજૂરી માટે નોટીફિકેશન પણ જાહેર કરી દીધું છે. સરકારનો ઇરાદો છે કે દર વખતની જેમ વધુને વધુ ગ્રામ પંચાયતો સમરસ બને, પરંતુ વિપક્ષ તમામ પંચાયતોમાં કોંગ્રેસ ચૂંટણી ઇચ્છી રહ્યું છે.
રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ માટે મહત્વની બની રહે છે. જો કે આ ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસ તરફથી તેમના ચૂંટણી પ્રતિક સાથે ચૂંટણી લડવામાં આવતી નથી પરંતુ બન્ને પાર્ટીના સમર્થકો ચૂંટણી લડતા હોય છે અને પરિણામ પછી બન્ને પાર્ટીઓ તેમના સમર્થકોના દાવા કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક પેજ ને “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!