જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)ના શ્રીનગરમાં સુરક્ષાદળોની બસ પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 3 જવાન શહીદ થયા છે, જ્યારે 12 ઘાયલ થયા છે. ઘટના બાદ ઘાયલ જવાનોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) ના શ્રીનગર ખાતે આતંકવાદીઓએ પોલીસ પર હુમલો કર્યો છે. શ્રીનગરના જેવન વિસ્તારમાં ફાયરિંગનો અવાજ સાંભળવા મળ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકીઓએ પોલીસ બસ પર ગોળીબાર કર્યો છે. મળતી માહિતી પ્રમાણે 3 જવાનો શહિદ થયા છે જ્યારે 11 જવાનો ઘાયલ થયા હોવાની વાત સામે આવી રહી છે.
- જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)માં મોટો આતંકી હુમલો
- શ્રીનગરમાં સેનાની બસને નિશાન બનાવી આતંકીઓએ
- અત્યાર સુધી 3 જવાન શહીદ
- જવાનોની બસ પર કર્યો અંધાધૂંધ ગોળીબાર
- ગોળીબારમાં 14 જવાન ઘાયલ, 5ની સ્થિતિ ગંભીર
એક અધિકારીના જણાવ્યા અનુસાર ભારતીય રિઝર્વ પોલીસ (IRP)ની 9મી બટાલિયનની ગાડી શ્રીનગરના જેવાનમાં પંથા ચોક-ખોનમોહ રોડ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન આતંકવાદીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
તાજા માહિતી અનુસાર, તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ પહેલા આજે શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા હતા.
વાસ્તવમાં સુરક્ષા દળોને માહિતી મળી હતી કે શ્રીનગરના રંગરેથમાં આતંકવાદીઓની હાજરી જોવા મળી રહી છે. આ પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં આતંકવાદીઓએ પોતાને ઘેરાયેલા જોઈને સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો અને જવાબમાં આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેવનમાંથી જ્યારે જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) ની 9 મી બટાલિયનથી ભરેલી બસ પસાર થઈ રહી હતી ત્યારે અચાનક આતંકીઓએ હુમલો કરી દીધો જેમાં 10 જવાનો ઘાયલ થયા હતા તથા 3 ની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું હતું.
Jammu & Kashmir: An incident of firing reported in Zewan area of Srinagar. Details awaited.
— ANI (@ANI) December 13, 2021
Terrorists fired upon a police vehicle near Zewan in Pantha Chowk area of Srinagar. 14 personnel injured in the attack. All the injured personnel evacuated to hospital. Area cordoned off. Further details shall follow: Kashmir Zone Police
— ANI (@ANI) December 13, 2021
(Visuals deferred by unspecified time) pic.twitter.com/IfEXEh3wii
તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા
તાજેતરની માહિતી મુજબ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.આ પહેલા શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને મારી નાખ્યા હતા. સુરક્ષા દળોને માહિતી મળી હતી કે શ્રીનગરના રંગરેથમાં આતંકવાદીઓ છુપાયા છે આ પછી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું જ્યાં આતંકવાદીઓએ પોતાને ઘેરાયેલા જોયા પછી સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો અને જવાબમાં આતંકવાદીઓ માર્યા ગયા હતા.
નોંધનિય છે કે, જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) માં સુરક્ષા દળોએ લાંબા સમયથી આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. રવિવારે જ જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) ના પુલવામા જિલ્લાના અવંતીપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. માર્યો ગયેલો આતંકવાદી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
👉આપ અમને Google News પર ફોલો કરો 👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક પેજ ને “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!