રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ની નિવૃત્તિને લઈને સૌથી મોટા સમાચાર, ટૂંક સમયમાં કરી શકે છે એલાન

ટીમ ઇન્ડિયાનો સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) હાલના સમયમાં દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક છે. જાડેજા બોલ અને બેટિંગ સિવાય ફિલ્ડીંગથી પણ મેચને પલટી શકે છે. આ ખેલાડી ભારત માટે ત્રણેય ફોર્મેટમાં મેચ પલટવા માટે જાણીતો છે. પરંતુ હવે એવી ખબર સામે આવી રહી છે કે, જાડેજા (Ravindra Jadeja) ક્રિકેટના એક ફોર્મેટમાં રિટાયરમેન્ટનો પ્લાન બનાવી રહ્યો છે.  

Sir jadeja

 

જાડેજા (Ravindra Jadeja) છેલ્લા કેટલાક સમયગાળાથી ઈજા સામે ઝઝૂમી રહ્યા છે અને તેના કારણે તેઓને આગામી દક્ષિણ આફ્રીકાના પ્રવાસથી બહાર મુકવામાં આવ્યા છે. BCCIએ સમાચાર આપ્યા છે કે, જાડેજાની ઈજા ખૂબ જ ગંભીર છે અને તેમને સાજા થતા ઓછામાં ઓછા 5-6 મહિના જેટલો સમય લાગી શકે છે.

  • રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) લઇ શકે છે સંન્યાસ!

  • ટેસ્ટ ક્રિકેટથી જાડેજા થઇ શકે છે દૂર

  • ક્રિકેટના એક ફોર્મેટમાંથી રિટાયર થવાનો જાડેજાનો પ્લાન

ટેસ્ટમાંથી લઈ શકે છે સંન્યાસ

જણાવી દઇએ કે, રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસનો પ્લાન બનાવી રહ્યો છે. જાડેજા ગત કેટલાક સમયથી ઇજા સામે ઝઝૂમી રહ્યો છે અને આ કારણે જ આગામી દક્ષિણ આફ્રિકા પ્રવાસથી પણ તે બહાર છે. બીસીસીઆઇ એ ખબર આપી છે કે, જાડેજાની ઇજા ખુબ જ ગંભીર છે અને તેને ઠીક થવામાં ઓછામાં ઓછા 5-6 મહિનાનો સમય લાગી શકે છે. હવે રવિન્દ્ર જાડેજાના જ એક ખાસ મિત્રએ દૈનિક જાગરણ સાથે વાતચીતમાં જણાવ્યું છે કે વન-ડે, ટી-20 અને આઇપીએલ કરિયર લાંબુ રાખવા માટે તે ટેસ્ટ છોડી શકે છે.

જાડેજાની ઈજા ગંભીર છે

બીજી તરફ રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ની ઈજાની વાત કરીએ તો તે આ સમયે ખૂબ જ ગંભીર છે. જાડેજાની ન્યુઝીલેન્ડ સામે તાજેતરમાં સમાપ્ત થયેલ ટેસ્ટ શ્રેણીમાં પસંદગી કરવામાં આવી હતી પરંતુ પ્રથમ ટેસ્ટ મેચ બાદ તે શ્રેણીમાંથી બહાર થઈ ગયા હતા. જે બાદ ખબર પડી કે જાડેજાની ઈજા ઘણી મોટી છે અને તે હવે ઘણા મહિનાઓ સુધી ક્રિકેટથી દૂર રહેવા જઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ જાડેજા શ્રીલંકા સામેની શ્રેણીમાંથી પણ બહાર થઈ શકે છે.

જાડેજા (Ravindra Jadeja)  ધોની કરતા પણ મોંઘો ખેલાડી

જણાવી દઇએ કે, આઇપીએલ 2022ના મેગા ઓક્શન પહેલા જાડેજાની તેની ટીમ સીએસકે એ રિટેન કર્યો છે. જાડેજાને આ ટીમે 16 કરોડની કિંમતમાં પોતાની સાથે જોડ્યો છે. ત્યાં જ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સીએસકે એ 12 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. આથી વધુ એક વાત સ્પષ્ટ થઇ જાય છે કે ધોની બાદ જાડેજા સીએસકેનો કેપ્ટન હોઇ શકે છે. આજ કારણ છે કે આ ખેલાડી ટેસ્ટ ક્રિકેટથી રિટાયર થઇને રમતના દબાણને થોડુ ઓછૂ કરવા માગતો હશે.    

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

👉આપ અમને Google News પર ફોલો કરો 👈

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!