મહીસાગર : દુધેલા ગામમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાને છાતીના ભાગે છરીના ઘા માર્યા

મહીસાગર : સુરતમાં (Surat) એક તરફી પ્રેમમાં (One side love) પાગલ યુવાન દ્વારા ગ્રીષ્માની ચપ્પુથી (grishma murder case) ગળું કાપી હત્યા બાદ મહીસાગર જિલ્લાના એક નાનકડા ગામમાં આવો જ  બનવા પામ્યો છે. મહીસાગર જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશન (Virpur police station) વિસ્તારની હદમાં આવેલા દુધેલા ગામે (dudhela village) એક તરફી પ્રેમમાં પાગલ બનેલ પ્રેમી યુવાન દ્વારા પ્રેમિકાને છાતીના ભાગે ચપ્પુના ધા મારી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે

Mahisagar girl murder case 2

પ્રેમી દ્વારા ચકકુના ઘા મારી આરોપી ફરાર થઈ ચૂક્યો હતો હત્યાના બનાવ બાદ નાયબ જિલ્લા પોલીસવડા ક્રાઇમ બ્રાન્ચ સહિત વીરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચતા પહેલાજ પ્રેમિકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દુધેલા ગામે પ્રેમી શૈલેષ પગી અને પ્રેમિકા રમીલાબેન રાવળ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતા અને રમીલાબેન રાવળના એક વર્ષ અગાઉ અન્ય જગ્યાએ લગ્ન થયા હતા.

Mahisagar girl murder case 3

બાદમાં રમીલા બેનને પ્રેમ સંબંધ મંજુર ન હતો અને લગ્ન જીવનમાં ખુશ હતી. પરંતુ પ્રેમ સંબંધની જાણ પતિ અને પરિવારજનો થઈ હતી. જેથી લગ્ન જીવનમાં થોડા સમય બબાલો ચાલવા લાગી બાદ ત્રિરાડ પડતા આખરે લગ્ન જીવનમાંથી રમીલાબેનના છૂટા છેડા થયા હતા પરંતુ છૂટા છેડા બાદ પણ રમીલાબેનને પ્રેમ સંબંધ મંજૂર ન હતો ત્યારે પ્રેમી શૈલેષ પગી વારંવાર પ્રેમિકા પાસે પ્રેમ સબંધની માંગણીઓ કરતો હતો.

Mahisagar girl murder case 7

વારંવાર મળવાનીથી લઇ પ્રેમ સંબંધ બાંધવા અનેક માંગણી ઓ પણ કરતો હતો પરંતુ રમીલાબેનના લગ્ન જીવન પ્રેમ સંબંધમાં બગડ્યું હોવાથી પ્રેમ સંબંધ કદાપિ મંજૂર ન હતો અને વારંવારના કહેતા આખરે પ્રેમી એક તરફી પ્રેમમાં પાગલ બનીને આજરોજ પ્રેમિકા ખેતરમાં મજૂરી કામ કરી રહી હતી. તે દરમિયાન પ્રેમી ત્યાં આવી છાતી ના ભાગે ચપ્પાના ઘા મારી પ્રેમી ફરાર થઈ ગયો હતો.

Mahisagar girl murder case 5

પરંતુ ઘાયલ પ્રેમિકાનું ઘટના સ્થળે મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ચપ્પના ઘા માર્યા બાદ પ્રેમી ફરાર થઈ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા પરિવાર જનો સારવાર માટે હોસ્પિટલ લઇ જતા સમયે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત વીરપુર પોલીસના હાથે આરોપી પ્રેમી ઝડપાઇ ગયો હતો હાલ આરોપી ને પોલીસ ની નિગરાની હેઠળ વીરપુર સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી રહી છે.

Mahisagar girl murder case 6

પ્રેમિકાની હત્યા ના બનાવ સંદર્ભે મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાયબ જિલ્લા પોલીસ વડા સહિત વીરપુર પોલીસ ધટના સ્થળે પહોંચી મહિલાના મૃતદેહ ને વીરપુર સરકારી હોસ્પિટલ માં મોકલી આપી હત્યારા આરોપી ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો છે.

પોલીસના જણાવ્યા મુજબ પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીએ ઝેરી દવા પી આત્મહત્યાની કોશિશ કરી હતી અને પરિવાર જનો હોસ્પિટલ ખાતે લઈ જતા આરોપી શૈલેષ પગી પોલીસને હાથે લાગી ચૂક્યો છે. હાલ પોલીસની નિગરાની હેઠળ આરોપીની સારવાર વીરપુર આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવી રહી છે.  

સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

વોટ્સએપ 1 : Whatsapp

વોટ્સએપ 2 : Whatsapp

અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

👉આપ અમને Google News પર ફોલો કરો 👈