500 કરોડના ખર્ચે અમદાવાદીઓને સૌથી અનોખી ભેટ, સમગ્ર વિગતો જાણીને કહેશો ગજબ છે

અમદાવાદને સ્માર્ટસિટી બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. શહેરમાં હાઇરાઇઝ બિલ્ડિંગો, બ્રિજ, મેટ્રો ટ્રેન, રિવરફ્રન્ટ સહિત તમામ આધુનિક સુવિધાઓ છે. હવે જાણે કે અમદાવાદની ઓળખ અને રોનક જ બદલાઇ ગઇ છે. ત્યારે અમદાવાદીઓને વધુ એક સવલત ટૂંક સમયમાં જ મળવા જઇ રહી છે. અમદાવાદ સાબરમતીમાં મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનવા જઇ રહ્યું છે. આ દેશનું સૌ પ્રથમ ટ્રાન્સપોર્ટ હબ હશે જેમાં એક જ સ્થળેથી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની તમામ સુવિધા મળી રહશે. પછી તે બીઆરટીએસ હોય. મેટ્રો રેલ, બુલેટ ટ્રેન કે પછી રેગ્યુલર ટ્રેન.  

500 કરોડના ખર્ચે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ

અમદાવાદના સાબરમતી ખાતે એક જ જગ્યાએથી બુલેટટ્રેન, મેટ્રો, રેગ્યુલર ટ્રેન સાથે BRTS બસની કનેક્ટિવીટી મળી રહે તે માટે એક મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત આ સૌથી મોટુ ટ્રાન્સપોર્ટ હબ બનવા જઇ રહ્યું છે જેની પાછળ અંદાજે 500 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે. આ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ દાંડીયાત્રાની થીમ પર તૈયાર થઇ રહ્યું છે. આ અંગે હાલમાં કામગીરી ચાલી રહી છે જો કે આ પ્રકારનું ટ્રાન્સપોર્ટ હબ એ સૌ પ્રથમવાર ગુજરાતમાં બનવા જઇ રહ્યું છે.  

3 માળનું પાર્કિંગ

આ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબમાં યાત્રીઓને તમામ પ્રકારની સુવિધા મળી રહેશે. વળી યાત્રીઓને પાર્કિંગની પણ ખાસ સુવિધા પુરી પાડવામાં આવશે જે માટે 3 માળ તૈયાર કરાયા છે. જેમાં એક સાથે 1500 કાર, 600 ટુ વ્હિલર સુધી પાર્કિંગ કરી શકાશે. મહત્વનું છે કે આ કામગીરી હાલમાં શરુ થઇ ગઇ છે પરંતુ કોરોના કાળને કારણે વચ્ચે એક વર્ષ માટે કામકાજ બંધ રખાયુ હતું. જો કે હવે પુરજોશમાં કામગીરી શરુ કરી દેવામાં આવી છે. જે 2023ના અંત સુધીમાં સંપૂર્ણ તૈયાર થઇ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.  

 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp