યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

Shamlaji

અરવલ્લીના શામળાજી(Shamlaji) યાત્રા ધામ ખાતે પણ ભક્તોનો વહેલી સવારથી ધસારો જોવા મળી રહ્યો છે.  શામળિયા (Shamlaji) ને સફેદ વસ્ત્રોનો શણગાર કરવામાં આવ્યો છે.  કાળિયા ઠાકોરના આ મનમોહક સ્વરુપના દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી જ લાઇનમાં ઉભેલા જોવા મળ્યા હતા. બે વર્ષ બાદ આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે.  કારણ કે કોરોનાને કારણે મોટાભાગના યાત્રાધામો બંધ રહેતા ભક્તો ભગવાનથી જાણે વિખૂટા પડી ગયા હતા. પરંતુ અત્યારના દ્રશ્યો જોઇને એમ થાય કે ફરી એકવાર ભગવાન અને ભક્તોનો આ અતૂટ પ્રેમ જોવા મળ્યો હતો. જેને કારણે ભક્તોમાં પણ સ્નેહની લાગણી જોવા મળી હતી..  

ફાગણી પૂનમ પર શામળાજી (Shamlaji) ના દર્શનનુ વિશેષ મહત્વ હોવાથી આજે વહેલી સવારથી યાત્રાધામ શામળાજી(Shamlaji)માં ભક્તો ઉમટી પડયા છે…હોળીના પાવન પર્વ પર ભગવાન શામળિયા સન્મુખ રંગોત્સવની ઉજવણી થઈ..મંદિર પરિસરમાં અબીલ ગુલાલની છોળો ઉડી હતી..ભક્તો હોળીના તહેવારે શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા.

  • યાત્રાધામ શામળાજી(Shamlaji) ખાતે ભક્તોની ભીડ
  • ફાગણી પૂર્ણિમા અને હોળી ઉત્સવ નિમિત્તે હજારો ભક્તો ઉમટ્યા
  • વહેલી સવારથીજ મોટી સંખ્યામાં ભક્તોની દર્શન માટે લાઈન લાગી
  • હોળીના પાવન અવસરે ભગવાન શામળિયા સન્મુખ રંગોત્સવ મનાવાયો
  • મંદિર પરિસરમાં અબીલ ગુલાલની છોળો ઉડાડાઈ
  • ભક્તો હોળીના અવસરે ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા

 

આજે ફાગણ પૂર્ણિમા એટલે કે હોળીનો પર્વ છે. ત્યારે યાત્રાધામ શામળાજી(Shamlaji)માં હજારોની સંખ્યામાં ભક્તોનો ધસારો રહેવાનો છે. સવારે 6 વાગ્યે ભક્તોને દર્શન માટે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. અને 6-45 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી. સવારે 11-30 વાગ્યે ભગવાને રાજભોગ ધરાવાશે ત્યારે દર્શન બંધ રહેશે. અને બપોરે 12-30 વાગ્યે ઠાકોરજી પોઢી જશે ત્યારથી બપોરે 2-30 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. બપોરે 2-30 વાગ્યે ઉત્થાપન થશે. સાંજે 7 વાગ્યે સંધ્યા આરતી થશે. અને રાત્રે 8-15 વાગ્યે શયન આરતી થશે. ત્યાર બાદ રાત્રે 8-30 વાગ્યે મંદિર બંધ થશે.  

 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp