આર્મીમાં જોડાવાનું સપનું લઈને ડ્યુટીથી છૂટીને રોજે 10 કિમી દોડીને પહોંચે છે ઘરે,યુવાને કરી દીધી મોટી વાત, વિડિઓ જોઈને આંખો ભીંજાઇ જશે

દરેક વ્યક્તિના જીવનમાં એક મહત્વકાંક્ષા હોય છે. એક ઇચ્છા હોય છે એક સપનું હોય છે. ઘણા વ્યક્તિઓ એવા હોય છે જેઓ સપનું પૂર્ણ કરવા માટે ક્યારેય પાછુ વળીને જોતા નથી અને ઘણા લોકો એવા હોય છે જે માત્ર વાતો કરીને જ સંતોષ માની લે છે. ત્યારે વાત કરીએ એવા એક યુવકની, જે પોતાનું સપનું પુરુ કરવા જે સ્ટ્રગલ કરે છે તે જાણીને તમે આ યુવકને સેલ્યુટ કરશો.

  • ફિલ્મમેકર વિનોદ કાપડીએ વીડિયો કર્યો ટ્વિટ
  • પ્રદિપ મેહરા નામના યુવકનો છે વીડિયો
  • ડ્યુટીથી છૂટીને રોજે 10 કિમી દોડીને પહોંચે છે ઘરે

19 વર્ષીય યુવકની આર્મીમાં જોડાવા સ્ટ્રગલ સ્ટોરી થઇ વાયરલ, ફિલ્મ મેકર વિનોદ કાપડીએ વીડિયો કર્યો ટ્વિટ

19 વર્ષના યુવકની હિંમતને સલામ

દુનિયામાં ઈચ્છાઓ પૂરી કરવા માટે હિંમતની જરૂર પડે છે અને જો હિંમત હોય તો સપના પૂરા કરતા કોઈ રોકી શકતું નથી. 19 વર્ષનો યુવક પોતાની ડ્યુટી પતાવીને 10 કિમી દોડીને પોતાના ઘરે પહોંચે છે. દોડવાનું કારણ એટલુ જ કે તેને સેનામાં જોડાવું છે. કામની વ્યવસ્તતા અને જવાબદારીઓને કારણે તેને પ્રેક્ટિસ કરવાનો સમય મળતો નથી આથી તે રાતે જ કામેથી છૂટીને 10 કિમી દોડતો ઘરે જાય છે.

ફિલ્મ મેકર વિનોદ કાપડીએ વીડિયો કર્યો ટ્વિટ

આ વીડિયો મશહૂર પત્રકાર અને ફિલ્મ મેકર વિનોદ કાપડીએ ટ્વિટ કર્યો છે. તેઓએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરતા જણાવ્યુ છે કે નોઇડાના રસ્તા પર ગત રાતે 12 વાગે મને આ છોકરો ખભા પર બેગ ભરાવીને દોડતો દેખાયો. બહુ જ સ્પીડમાં તે દોડતો હતો આથી મને લાગ્યુ કે તે કોઇ મુશ્કેલીમાં હશે મારે તેને મદદ કરવી જોઇએ. આથી મે તેને વારંવાર તેને કહ્યું કે તને હું તારા ઘરે છોડી જાઉં પરંતુ યુવક ન માન્યો.

 

આર્મીમાં જોડાવા માટે પ્રેક્ટિસ

આ વીડિયોમાં જોઇ શકાય છે કે બાળક દોડી રહ્યો છે અને ચાલતી કારમાં વિનોદ કાપડી તેને લિફ્ટ આપવાનું કહી રહ્યા છે. આ એક ટૂંકુ અને રસપ્રદ કોન્વર્સેસશન છે. જેમાં દોડનારો યુવક જણાવી રહ્યો છે કે તે ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. તેનું નામ પ્રદિપ મહેરા છે. તે મેક ડોનાલ્ડમાં કામ કરે છે અને ડ્યુટી પુરી કરીને તે દોડતો ઘરે જાય છે. કારણ કે તે સેનામાં ભરતી થવા માગે છે પરંતુ પ્રેક્ટિસ કરવાનો સમય મળતો નથી. પ્રદિપ જણાવે છે કે તે ઘરે પહોંચીને મોટા ભાઇ માટે ખાવાનું બનાવશે. વાતચીત દરમિયાન તે એમ પણ જણાવે છે તે તેની માતા હોસ્પિટલમાં ભરતી છે.

યુઝર્સ કરી રહ્યા છે વખાણ

ફિલ્મમેકર વિનોદ કાપડી વારંવાર લિફ્ટ આપવા જણાવે છે પરંતુ પ્રદિપ લિફ્ટ લેવાની ના કહી દે છે અને કહે છે કે મારી રુટિન પ્રેક્ટિસ ખરાબ થઇ જશે.. તેણે જણાવ્યું કે તે રોજ નોઇડા સેક્ટર 16થી બરૌલા સુધી તેના ઘરે પહોંચવા માટે 10 કિલોમીટર દોડે છે. વિનોદ કાપડીએ આ વીડિયો સોશિયલ મીડિયામાં ટ્વીટ કરતા આ વીડિયો ઘણો વાયરલ થઇ ગયો છે. યુઝર્સ આ યુવકની હિંમતને સલામ કરી રહ્યા છે.    

 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp