Rajkot : હાલમાં ધોરણ 10ની પરીક્ષા (Board Exam) ચાલી રહી છે.પરીક્ષામાં વિધાર્થીઓ મુક્તમને પરીક્ષા આપી શકે તે માટે સરકાર અને વિધાર્થીઓના પરિવારજનો પ્રયત્નશીલ થતા હોય છે.પરંતુ રાજકોટમાં ભણતરના ભારને કારણે એક વિધાર્થિનીએ (Student) મોતને (Death) વ્હાલું કરી નાખ્યું છે. ધોરણ 10ની પરીક્ષામાં પ્રથમ બે પેપર નબળા જતા સગીર વિધાર્થીનીએ પોતાના ઘરે બાથરૂમમાં પેટ્રોલ છાંટીને સળગી હતી. સગીર વિધાર્થિનીને તાત્કાલિક સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
- રાજકોટમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીનો આપઘાત
- પેપર નબળું પેટ્રોલ છાંટીને કર્યુ આગ્નિસ્નાન
- સારવાર દરમિયાન વિદ્યાર્થીનીનું થયું હતું મૃત્યુ
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આનંદનગર કોલોની કાળા પથ્થરના કવાર્ટરમાં રહેતી ખુશીબેન કિશોરગીરી ગૌસ્વામી નામની 15 વર્ષની બાવાજી તરૂણીએ ગઇકાલે રાતે પોતાના ઘરે બાથરૂમમાં જઇ શરીરે પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી દેતા ગંભીર રીતે દાઝી જતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જ્યાં તેણીનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું.
પિતા ડ્રાઇવિંગ કરે છે,સામાન્ય પરિવારમાંથી આવે છે વિધાર્થિની
વિધાર્થિનીના પિતા ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. વાહન ચલાવીને પોતાનું અને પરિવારજનોનું ગુજરાન ચલાવે છે.વિધાર્થીનીનો ધોરણ 10માં કડવીબાઇ વિધાલયમાં પરીક્ષા આપવા માટે જતી હતી.પહેલા બે પેપર નબળા જવાને કારણે વિધાર્થિની અપસેટ હતી.જે બાદ તેને આ પગલું ભર્યું.
પરીક્ષાના ડિપ્રેશનમાં જીવાદોરી ટૂંકાવી
આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર, રાજકોટમાં ધોરણ 10માં પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થીનીએ ગુરૂવારના રોજ સાંજે બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. ત્યારબાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
જિંદગીથી મોટી પરીક્ષા નથી,પરિવારજનોએ બાળકનું ધ્યાન રાખવું જોઇએ.
જિંદગીથી મોટી કોઇ પરીક્ષા નથી.કોઇપણ પરીક્ષા છેલ્લી નથી હોતી.આ કિસ્સો એ માતાપિતા માટે પણ લાલબત્તી સમાન છે. જેઓ પોતાના બાળકને પરીક્ષામાં પરીણામનું દબાણ કરતા હોય છે.વિદ્યાર્થીને મુક્તમને પરીક્ષા આપે અને પ્રફુલ્લિત થઇને પરીક્ષા આપી શકે તેવું વાતાવરણ ઉભું કરવાની જવાબદારી દરેક માતાપિતાની છે.
સારવાર દરમિયાન વિદ્યાર્થીનીનું થયું હતું મૃત્યુ
પરંતુ મોડી રાત્રે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મહત્વનું છે કે, યુવતીએ પરીક્ષાના ડિપ્રેશનમાં આવી જઈને જાત જલાવી જીવાદોરી ટૂંકાવી લીધી હતી. સમગ્ર મામલે રાજકોટ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો