દુષ્કર્મની ઘટનાઓ વિશે શું કહ્યું ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ ,જાણો સમગ્ર માહિતી

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

 

  • રાજ્યના ગૃહમંત્રીએ પોલીસનો કર્યો બચાવ
  • દેશમાં ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય
  • પિતા દીકરી પર દુષ્કર્મ કરે તે મોટું સામાજિક દૂષણ
સુરત : સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ દુષ્કર્મના કેસને લઇને મહત્વનું નિવેદન આપતાં કહ્યું હતું કે દુષ્કર્મની ઘટના બને ત્યારે સીધો દોષનો ટોપલો પોલીસ પર ઢોળી દેવાય છે પણ મોટા ભાગના કિસ્સાઓમાં નજીકના સબંધી જ જવાબદાર હોવાનું જોવા મળ્યું છે. સામાન્ય રીતે હાલ મોબાઇલમાં રહેલાઇથી મળી આવતાં અશ્લિલ સાહિત્યના કારણે દુષ્કર્મની ઘટનાઓ બને છે અને લોકોની વિકૃત માનસિકતાના કારણે આવી ઘટનાઓ બને છે.
ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ શનિવારે સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં દુષ્કર્મની ઘટનાઓ અંગે વિચાર વ્યકત કર્યો હતો કે તેમણે દુષ્કર્મની ઘટનાઓ સંદર્ભે સર્વે કરાવ્યા હતા જેમાં 2 પરિબળો જાણવા મળ્યા હતા. તેમને જાણવા મળ્યું હતું કે હાલ સહેલાઇથી મોબાઇલમાં ઉપલબ્ધ પોર્ન સાહિત્ય જવાબદાર દુષ્કર્મની ઘટનાઓ માટે જવાબદાર છે. તેમણે કહ્યું હતું કેપિડીતાની નજીકની જ વ્યકતી પણ દુષ્કર્મ માટે જવાબદાર છે. તેમણે આ મામલે વધુમાં કહયું હતું કે આ પ્રકારના કિસ્સાઓને કાયદો વ્યવસ્થા સાથે જોડી શકાય નહી. પોલીસ વિભાગ પર દોષનો ટોપલો ના ઢોળવો જોઇએ તેમ કહી તેમણે દુષ્કર્મની ઘટનાઓ પર પોલીસનો બચાવ કર્યો હતો.
તાજેતરમાં જ અમે દુષ્કર્મના સતત બની રહેલા બનાવો અંગે સર્વે કરાવ્યો હતો. જેમાં બે પરિબળો મુખ્યત્વે જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જે પૈકી મોબાઈલમાં સહેલાઈથી મળી આવતી પોર્ન વીડિયો ક્લિપ તેમજ સાહિત્ય અને દુષ્કર્મ પીડિતના નિકટના સબંધી કે પાડોશી જવાબદાર હોય છે. પિતા ખુદ પોતાની દીકરી પર દુષ્કર્મ આચરે તેજ સૌથી મોટું સામાજિક દૂષણ છે. દુષ્કર્મ આચરનારા આરોપીઓ મોબાઈલમાં વિકૃત ફિલ્મો જોઈને આ પ્રકારનું કૃત્ય આચરતા હોય છે.
દુષ્કર્મની ઘટનાઓ પાછળ મોબાઇલ સૌથી વધુ જવાબદાર હોવાનું જણાવતાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે મોબાઇલમાં રહેલા પોર્ન સાહિત્યના કારણે સમાજના લોકોની માનસિકતા પર ખુબ અસર પડી છે અને દુષ્કર્મના કિસ્સા આચરાય છે. સમાજમાં આવી માનસિકતા ધરાવતા લોકોના કારણે આવી ઘટનાઓ બને છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp