ધોરણ 10 અને 12 માં નાપાસ થઈને અભ્યાસ છોડી દેનારા યુવાનોએ ખાસ વાંચવા જેવું …

આપણે સૌ જાણીએ છીએ કે, ધોરણ 10માં અને 12માંની પરીક્ષાઓ ચાલુ થઈ છે. ઘણીવાર આપણે વાતો સાંભળી હોઈ છે કે,પરીક્ષામાં નાપાસ થવાની બીકે અથવા તો પરીક્ષામાં નાપાસ થતા માં બાપે આપેલા ઠપકાના હિસાબે યુવાન/યુવતીએ આપઘાત કરી લે છે. ત્યારે અમે તમને એક એવા યુવાનની વાત કરવા જઈ રહ્યા છીએ, જે આજે 41 વર્ષની ઉંમરે 12માં ની પરીક્ષા આપી રહ્યા છે. છે ને નવાઈ ની વાત! જે આજના પરીક્ષા આપતા યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત(Source of inspiration) કહેવાય. કારણકે આજનો યુવાન 10 કે 12ની પરીક્ષામાં નાપાસ થવાના ડરથી હતાશ, નિરાશ અને ફરીવાર નાપાસ થવાના ડરથી પોતાનો અભ્યાસ છોડી દેતા હોય. ત્યારે કમલેશભાઈ ભીખાભાઈ કોરાટ ઉર્ફે પિન્ટુભાઈ 12ની પરીક્ષા આપવા જાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કમલેશભાઈ કોરાટ(Kamleshbhai Korat) અમરેલી(Amreli) જિલ્લાના સાવરકુંડલા(Savarkundla) તાલુકાના મોલડી(Moldi) ગામના વતની છે અને હાલ સુરતના મોટા વરાછા(Mota varachha) વિસ્તારમાં રહે છે.

WhatsApp Image 2022 03 29 at 8.38.30 PM

આજથી ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ શરૂ થઈ છે ત્યારે આપણે વાત કરવી છે કમલેશભાઈ કોરાટ ( મોલડી) ની કે જેઓ પોતાની 41 વર્ષ ની ઉંમરે ધોરણ 12ની પરીક્ષા આપી રહ્યા છે અને પોતાના અભ્યાસમાં નાપાસ થઈને અધ વચ્ચેથી નિરાશ, હતાશ અને ફરી વખત નાપાસ થવાના ડરે પોતાનો અભ્યાસ છોડી દેનારા યુવાનોને કમલેશભાઈ પ્રેરણા આપી રહ્યા છે.. પરીક્ષામાં નાપાસ થઈને આજના યુવાનો જ્યારે પોતાનો અભ્યાસ છોડી દે છે અથવા તો નિરાશ થઈને ડિપ્રેશન માં આવી જાય છે ત્યારે ગયા વર્ષે કમલેશ ભાઈ એ પરીક્ષા આપી હતી પણ‌ તેઓ બે વીષય માં નાપાસ થયા હતા તેઓ‌ જરા ગભરાયા વગર આ વર્ષે ફરી પરીક્ષા આપી રહ્યા છે.આવા કિસ્સા સમાજ ના યુવાનો માટે પ્રેરણા નો સ્ત્રોત તરીકે ઉભરી આવે છે. આ બનાવ એ પણ શિખવાડે છે કે ડર થી ભાગવા કરતા એને સહજતા થી લઈને એનો સામનો કરીને એના પર વિજય પ્રાપ્ત કરવી જોઈએ..

શિક્ષા ની કોઈ ઉંમર નથી હોતી

આજ વાત સાબિત કરી રહ્યા છે આપણા સુરત, ગુજરાત માં રહેતા કમલેશભાઈ કોરાટ . હાલ સુરત મોટા વરાછા માં રેહતા મૂળ .મોલડી ગામ તા. સાવરકુંડલા ના કમલેશભાઈ કોરાટ ૪૧ વર્ષ ની ઉંમરે ધોરણ .૧૨ ની પરીક્ષા આપી રહ્યા છે . આ ઉંમરે કમલેશભાઈ લોકો ને પ્રેરણા આપે છે કે લોકો ધારે તો કોઈ પણ નાની કે મોટી અડચણ તેમને કોઈ પણ વસ્તુ મેળવવા રોકી શકે નહી તેમજ શિક્ષણ મેળવવાની ઈચ્છા હોય તો તેને ઉંમર જેવો પહાડ પણ તોડી લોકો એ હાસલ કરી શકે છે . કમલેશભાઈ એક મોટા ઉદાહણરૂપ છે જે લોકો ને મનમાં એમ હોય કે મોટી ઉંમર માં શિક્ષા ના મેળવી શકાય કે હવે ઉંમર થઈ ગઈ હવે નવું કય ના કરાય એવા લોકો એ કમલેશ ભાઈ માંથી પ્રેરણા લેવા જેવી છે

મિત્રો હમણાં જ 10માં અને 12માં ની પરીક્ષાઓ ચાલુ થઈ છે. ઘણીવાર આપણે વાતો સાંભળી હોઈ છે કે,પરીક્ષામાં નાપાસ થવાની બીકે અથવા તો પરીક્ષામાં નપાસ થતા માં બાપે આપેલા ઠપકાના હિસાબે યુવાન/યુવતીએ આત્મહત્યા કરી.. ત્યારે આજે હું એક એવા યુવાનની વાત કરવા જઈ રહ્યો છું, જે આજે 41 વર્ષની ઉંમરે 12માં ની પરીક્ષા આપે છે. જે આજના પરીક્ષા આપતા યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત કહેવાય. કારણકે આજનો યુવાન 10 કે 12ની પરીક્ષામાં નપાસ થવાના ડરથી હતાશ, નિરાશ અને ફરીવાર નપાસ થવાના ડરથી પોતાનો અભ્યાસ છોડી દેતા હોઈ છે.ત્યારે કમલેશભાઈ ભીખાભાઈ કોરાટ ઉર્ફે પિન્ટુભાઈ 12ની પરીક્ષા આપવા જાય છે. તો મિત્રો કમલેશભાઈ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોલડી ગામના વતની છે અને હાલ મોટા વરાછા વિસ્તારમાં રહે છે. આજના યુવાન અને યુવાનોના માં બાપ માટે કમલેશ ભાઈ પ્રેરણા આપવા માંગે છે કે, પરીક્ષામાં નપાસ થવાના ડરના હિસાબે અથવા તો હું નપાસ થઈશ તો લોકો શુ કહેશે એના હિસાબે નાસીપાસ થયા વગર નિર્ભયતાથી પરીક્ષા આપો.સફળતા કોઈ પણ ઉંમરે મળી શકે એના કોઈ માપદંડ ન હોઈ. એમ પરીક્ષા પણ કોઈ પણ ઉંમરે આપીને સફળતા મેળવી શકાય એવું આજે કમલેશ ભાઈ પરીક્ષા આપતા જોઈ વિચાર આવ્યો.કમલેશ ભાઈ પાસ થશે કે નપાસ થશે એ બે નંબરની વાત છે.પણ કમલેશ ભાઈએ આ ઉંમરે પરીક્ષા આપવાનો જે નિર્ણય લીધો એને સલામ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp