ધોરાજીના એક યુવાને PMને પત્ર લખી ને કહ્યું,પેટ્રોલ અને ગેસ હપ્તે થી આપો, ઘરમાં 4 વ્યક્તિ છે, ભણતરનો ખર્ચ,મોંઘવારીમાં ઘર ચલાવી શકાતું નહીં

રાજકોટના ધોરાજીના તાલુકાના રહેવાસી સંકેત મકવાણા નામના યુવાને મંગળવારે પ્રાંત અધિકારી કચેરીએ આવેદન આપ્યું હતું જે વાંચીને કર્મચારીઓ પણ અવાચક રહી ગયા હતા, કારણ કે તેમાં પેટ્રોલ અને ગેસનો બાટલો હપ્તેથી આપવાની માગ કરાઈ હતી. સંકેત પરમારે આ પત્રમાં ગેસ અને પેટ્રોલના જૂના ભાવ અને નવા ભાવ ટાંક્યા હતા અને હાલના સંજોગોમા ભાવ વધારે હોવાથી સામાન્ય નાગરિક પીડાય છે.

sanketbhai Makvana

તેમના પરિવારમાં 4 લોકો છે બાળકોનો ભણતરનો ખર્ચ અને કમરતોડ મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે તેથી પેટ્રોલ અને ગેસનો બાટલો તેમને હપતેથી આપવાની પણ સુવિધા આપવામાં આવે તેવી વાત કરી છે. સંકેતે પત્ર ઉપરાંત જણાવ્યું હતું કે, હાલમાં પ્રજા માટે સૌથી મોટી સમસ્યા ઈંધણનો કમરતોડ ભાવવધારો છે તેમાં યોગ્ય નિરાકરણ આવવું જોઈએ.

277759440 302414531997645 477097687828657520 n

PMને ઉદ્દેશીને લખેલો પત્ર શબ્દશ:
હું ભારત દેશનો રહેવાસી છું અને ધોરાજીમાં રહું છું. આપ સાહેબની સરકાર આવ્યા પછી જે ગેસના બાટલાના 350 રૂપિયા હતા તેના રૂ.1050 થઈ ગયેલ છે. જે પેટ્રોલનો ભાવ 70 રૂપિયા હતો તેના 104 રૂપિયા થઈ ગયા છે. હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું જેથી ઘર ચલાવવું મુશ્કેલ બને છે. મારા પરિવારમાં 4 વ્યક્તિ હોય છોકરાઓને ભણાવવાનો ખર્ચ અને આવી મોંઘવારીમાં ઘર ચલાવી શકાય તેમ ન હોય તો આપ સાહેબને મારી નમ્ર વિનંતી છે કે પેટ્રોલ અને ગેસનો બાટલો મને હપતેથી આપવામાં આવે. – સંકેત મકવાણા

​​​​​​​

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp