નમસ્કાર મિત્રો,હું આજે આવી ગયો છું નવી વાનગી લઈને આપણે ઘણા વ્યક્તિ પાસે થી સાંભળું હશે અમે સુરત ની ફેમસ આલુપુરી ખાધી એમ તો આજે અમે સુરત ની ફેમસ આલુપુરી કેવી રીતે બનાવી એની સંપૂર્ણ રેસીપી સાથે આપની સમક્ષ આવી ગયા છીએ.. સપૂર્ણ રેસીપી નીચે રજૂ કરેલ છે.
આલુ પુરી સુરતનો ખૂબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તે રાગડા, ડીપ-ફ્રાઇડ પુરી, સેકન્ડ, અને લીલી અને કોકમ ચટણી સાથે બનાવવામાં આવે છે. આ ચાટની વાનગીઓ પાર્ટી સ્ટાર્ટર તરીકે અથવા એક કપ ચા અથવા કોફી સાથે સાંજના નાસ્તા તરીકે સરળ રીતે પીરસવામાં આવે છે. તેથી કેટલાક મૂળભૂત ઘટકો સાથે ચટણી અને મસાલા રેસીપી સાથે સ્વાદિષ્ટ અને શેરી શૈલીની સુરતી આલુ પુરી અજમાવી જુઓ.
સુરત ની ફેમસ આલું પૂરી (Surti Aloo Puri) બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
સામગ્રીઓ:
- ૫૦ ગ્રામ બાફેલ વટાણા (green peas)
- ૨ ચમચી સમારેલ ડુંગળી (onion)
- ૨ ચમચી સમારેલ ટામેટા (tomatoes)
- ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ (ginger-garlic-chili paste)
- ૧/૪ ચમચી હળદર પાવડર (turmeric powder)
- ૧/૪ ચમચી લાલ મરચું પાવડર (red chili powder)
- ૧/૮ ચમચી ગરમ મસાલો (garam masala)
- નમક સ્વાદ અનુસાર (salt)
- ૧ ચમચી તેલ (oil)
પૂરી માટેની સામગ્રીઓ:
- ૧/૨ કપ મેંદાનો લોટ(all purpose flour)
- ૧/૨ કપ ઘઉંનો લોટ(wheat flour)
- નમક સ્વાદ અનુસાર(salt)
- ૧ ચમચી તેલ(oil)
- તળવા માટે તેલ(oil)
કોકમ ચટની માટેની સામગ્રીઓ:
- ૩ ચમચી કોકમ(kokum)
- ૨ ચમચી ગોળ(jiggery)
- નમક સ્વાદ અનુસાર(salt)
- લીલી ચટની માટેની સામગ્રીઓ:
- ૫-૬ લીલી મરચી(green chilies)
- નમક સ્વાદ અનુસાર(salt)
- ૧/૨ ચમચી લીંબુનો રસ(lemon juice)
અન્ય સામગ્રીઓ:
- થોડી ઝીણી સમારેલ ડુંગળી(onion)
- થોડી બેસન સેવ(besan sev)
- ચાટ મસાલો(chaat masala)
સુરત ની ફેમસ આલું પૂરી (Surti Aloo Puri) બનાવવાની રીત:
- કોકમ ચટની બનાવવા માટે સૌ પ્રથમ કોકમને નવશેકા પાણીમાં ૫ મિનીટ સુધી પલાળો. ૫ મિનીટ બાદ તેને મિક્ષ્ચર જારમાં નાંખી, તેમાં ૨-૩ ચમચી જેટલો ગોળ અને નમક ઉમેરી, સરખી રીતે બ્લેન્ડ કરી લો. આ રીતે કોકમ ચટની તૈયાર કરી લો.
- હવે લીલી ચટની બનાવવા માટે સૌ પ્રથમ લીલા મરચા, લીંબુનો રસ, નમક, ૧ ચમચી જેટલું પાણી મિક્ષ્ચર જારમાં નાંખી બ્લેન્ડ કરી લો. આ રીતે લીલી ચટની બનાવી લો.
- હવે પૂરી બનાવવા માટે મેંદાના લોટને એક બાઉલમાં લઇ તેમાં ઘઉંનો લોટ, નમક અને તેલ ઉમેરી મિક્ષ કરી લો. હવે તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરી લોટ બાંધી લો અને તેને ૫ મિનીટ માટે એકબાજુ મૂકી દો.
- હવે કડાઈમાં તેલ ગરમ કરી, બાંધેલા લોટમાંથી પૂરી વણી લો. આ પૂરી ને ગરમ તેલમાં તળી લો. ત્યારબાદ રગડો બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી, જયારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં ડુંગળી નાંખી તે સોફ્ટ બને ત્યાં સુધી પકાવો.
- હવે તેમાં ટામેટા નાંખી તે સોફ્ટ બને ત્યાં સુધી પકાવો. હવે તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ નાંખી થોડી વાર સાંતળો. હવે તેમાં નમક, હળદર પાવડર, લાલ મરચું પાવડર, બાફેલા લીલા વટાણા, થોડું પાણી ઉમેરી બધાજ મસાલાઓ મિક્ષ કરી લો.
- લીલા વટાણાને સ્મેશરની મદદથી સ્મેશ કરી તેને ૫ મિનીટ સુધી પકાઓ. ૫ મિનીટ બાદ ગેસ બંધ કરી દો. હવે રગડો પણ તૈયાર છે.
- હવે સૌ પ્રથમ પ્લેટમાં પૂરી લઇ, દરેક પુર પર રગડો નાખો. ત્યારબાદ તેના પર કોકમ ચટની અને લીલી ચટની નાખો. હવે તેના પર થોડો ચાટ મસાલો છાંટો.
- હવે તેના પર ડુંગળી અને બેસન સેવ મૂકી સુરતી આલું પૂરી સર્વ કરો.