ઉર્વશી રૌતેલા કોલેજ પહોંચતા જ વિદ્યાર્થીઓએ લગાવ્યા ‘ઋષભ-ઋષભ’ના નારા, VIDEOમાં જુઓ શું હતું એક્ટ્રેસનું રિએક્શન

Urvishe

  • ઉર્વશી રૌતેલા અને ઋષભ પંતે કથિત રીતે એકબીજાને ડેટ કર્યા હતા અને પછીથી બંનેએ એકબીજાને વોટ્સએપ પરથી બ્લોક કરી દીધા હતા.

ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત એક બીજાને ડેટ કરી ચુક્યા છે. ઉર્વશી રૌતેલાને આઈપીએલ મેચ (IPL match) વખતે સ્ટેડથી પંત માટે ચીયર કરતા પણ જોવામાં આવી છે. પરંતુ થોડા સમયમાં જ સંબંધ તૂટી ગયો અને ખબર આવી કે ઋષભ પંતે ઉર્વશી રૌતેલાને (Urvashi Rautela) બ્લોક કરી દીધી છે. આ બન્ને સ્ટાર્સ તો બ્રેકઅપથી (Breakup) આગળ વધી ચુક્યા છે. પરંતુ ફેન્સ સતત તેમને આ ભુલવા નથી દઈ રહ્યા. ત્યાંરે જ હાલમાં જ ઉર્વશી જ્યારે એક કોલેજમાં ગઈ તો ત્યાં સ્ટૂડન્ટ્સ ઋષભ-ઋષભના નારા લગાવવા લાગ્યા.

વાયરલ થઈ રહ્યો છે વીડિયો :

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ઉર્વશીને ગુલાબી રંગના ડ્રેસમાં જોઈ શકાય છે. ત્યાં તે પોતાના બોડીગાર્ડ્સની સાથે જોવા મળી રહી છે. પાછળ ઋષભ-ઋષભનો અવાજ આવી રહ્યો છે પરંતુ ઉર્વશી તેને ઈગ્નોર કરીને આગળ જતી દેખાઈ રહી છે. આ વીડિયો દહેરાદૂનની એરા યુનિવર્સિટીનો છે.

 

બન્નેએ એક બીજાને કર્યા છે બ્લોક :

ઉર્વશી અને ઋષભના બ્રેકઅપ બાદ ખબર આવી કે ઉર્વશી અને ઋષભે એક બીજાને વોટ્સએપ પર બ્લોક કરી દીધા કારણ કે તેમના સંબંધને આગળ વધારવા ન હતા માંગતા. ઉર્વશીના પ્રવક્તાએ કહ્યું કે મેસેજીંગ એપ પર એક બીજાને બ્લોક કરવાનો નિર્ણય બન્ને પક્ષોએ લીધો હતો.

ઈશા નેગીને ડેટ કરી રહ્યો છે પંત :

બાદમાં ઋષભે ઈશા નેગીની સાથે પોતાના સંબંધની પુષ્ટિ કરી હતી. ઋષભે ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રેમીકાની સાથે એક કોઝી ફોટો શેર કરતા એક નોટ લખ્યું હું. “મેં ફક્ત તમને ખુશ કરવા માંગુ છુ કારણ કે તમે જ કારણ છો કે હું ખૂબ જ ખુશ છું.” ઈશાએ ઋષભ માટે એક નોટ શેર કરી હતી જેમાં લખ્યું હતું, “માય મેન, માય સોલમેટ, માય બેસ્ટ ફ્રેન્ડ, લવ ઓફ માય લાઈફ.”

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp