ઈન્દોરના સિમરોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. એક પેસેન્જર ભરેલી બસ 50 ફૂટ ઊંડી ખાઇમાં પડી ગઇ. જેમાં 5 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા જ્યારે 22 મુસાફરો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી સ્થળ પર ચાલી રહી છે. ઘાયલ મુસાફરોને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એસપી (ગ્રામીણ) ભગવત સિંહ બિરડેએ 5 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
ઇંદોરથી ખંડવા જઇ રહી હતી બસ
કહેવામાં આવી રહ્યું છે કે બસ ઈન્દોરથી ખંડવા જઈ રહી હતી. આ અકસ્માત ગુરુવારે બપોરે સિમરોલ પોલીસ સ્ટેશન વિસ્તારના ભૈરવ ઘાટ પર થયો હતો. અહીં ઈન્દોરથી ખંડવા જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસના ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ પલટી ગઇ અને લગભગ 50 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ.
मध्य प्रदेश: इंदौर ज़िले के इंदौर-खंडवा मार्ग पर एक बस खाई में गिरी। पुलिस मौके पर मौजूद है और घायलों को अस्पताल भेजा गया है।
पुलिस के अनुसार हादसे में 5 यात्रियों की मौत हुई है, जबकि 20 से अधिक लोग घायल हैं। pic.twitter.com/rLMVOoxA6K
— ANI_HindiNews (@AHindinews) June 23, 2022
અકસ્માતમાં 5 લોકોના મોત
અકસ્માત એટલો ગમખ્વાર થયો કે બસના પૈડા સાવ ઉપર જ ચઢી ગયા. મુસાફરોને ઘાટથી ઉપર લાવવામાં આવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ 108 એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈન્દોરથી ચાર એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. પસાર થતા લોકોએ જણાવ્યું કે બસમાં 50 થી 60 લોકો હાજર હતા. અકસ્માત બાદ રોડ પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી હતી.
કલેક્ટર પહોંચ્યા ઘટના સ્થળે
કલેક્ટર મનીષ સિંહ પણ ઘટનાસ્થળે પહોંચવા માટે રવાના થઈ ગયા છે. તેમણે કહ્યું કે અકસ્માત ખંડવા રોડ પર સિમરોલથી આગળ ઘાટ સેક્શનમાં થયો હતો. બસ ઘણી ઉંચાઈ પરથી નીચે પડી છે.
ટર્નિંગ પર જ બસ ખાઇમાં પડી
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે સાંજના લગભગ 4 વાગ્યા હશે. હું બડવાથી બાઈક દ્વારા ઈન્દોર જઈ રહ્યો હતો. સિમરોલ ઘાટ પહોંચ્યા હતા કે ત્યાં જ વળાંક પર બસ આવી અને તરત જ ખા઼ડામાં પડી ગઇ. થોડીવારમાં લોકોએ બૂમો પાડવાનું શરૂ કર્યું, બચાવો, બહાર કાઢો અને બૂમો પાડવા લાગ્યા.મેં તરત જ રસ્તાની બાજુમાં બાઇક રોકી અને ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108ને ઘટનાની જાણ કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો