રથયાત્રાનો તહેવાર નજીકમાં છે ત્યારે આપણે ભગવાનની પસંદનો ભોગ બનાવીને તેમને પ્રસન્ન કરી શકીએ છીએ. રથયાત્રાના દિવસે તમે ખાસ વાનગીમાં માલપુઆ એટલે કે કાળી રોટી બનાવી શકો છો. તો તમે આજે જ તેને સરળ રીતે બનાવો અને પ્રસાદમાં ધરો. માલપુઆ એક એવું મિષ્ટાન્ન છે જે ખાસ કરીને તહેવારની સીઝનમાં બનાવવામાં આવે છે. વળી બીજા બધા મિષ્ટાન્નો કરતા તે બનાવવામાં પણ ઈઝી છે. ઘણા લોકો રબડી સાથે માલપુઆ ખાવાનું પસંદ કરે છે તો કેટલાંકને એકલા માલપુઆ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો જાણો સરળ રેસિપિ.
માલપુઆ
સામગ્રી
- 1 કપ એટલે કે લગભગ 125 ગ્રામ ઘઉંનો લોટ
- 1 ચમચી પીસેલી વરિયાળી
- 1 મોટી ચમચી નારિયેળનું છીણ
- 3થી 4 પીસેલી એલચી
- અડધો કપ ખાંડ
- 3 મોટા ચમચા દૂધ
- ઘી તળવા માટે
બનાવવાની રીત
માલપુઆ બનાવવા હોવ તો સૌથી પહેલા દૂધમાં ખાંડ નાંખીને એક કલાક માટે મૂકી દો. જ્યારે દૂધમાં ખાંડ ઓગળી જાય ત્યારે જ તેને ઘોળ બનાવવામાં વાપરો. ઘોળ કે ખીરુ તૈયાર કરવા માટે એક વાસણમાં લોટ ચાળી લો. તેમાં વરિયાળી, એલચી અને નારિયેળનું છીણ નાંખી વ્યવસ્થિત મિક્સ કરી લો. દૂધમાં ખાંડ ઓગળી જાય તો પછી તેને મિશ્રણમાં નાંખી લિક્વિડ ઘોળ તૈયાર કરી લો. જો પેસ્ટ બરાબર ન બન્યું હોય તો તેમાં થોડુ પાણી નાંખીને ફેંટી લો. આટલી તૈયારી થઈ જાય પછી એક કડાઈમાં ઘી નાંખીને તેને ગેસ પર ગરમ કરવા રાખો. ઘી ગરમ થાય પછી ગેસ મીડિયમ કરી દો. બે મોટા ચમચામાં પેસ્ટ લઈને તેને પૂરીના આકારમાં ફેરવતા ફેરવતા ઘીમાં નાંખો અને પુઓ તળી નાંખો. માલપુઆ બંને તરફથી પલટીને લાલ થાય ત્યાં સુધી તળવા જોઈએ. આ રીતે પુઆ બનાવી ગરમગરમ સર્વ કરો.
ટિપ્સ
- વધુ સારા સ્વાદ માટે માલપુઆ બેટરને ઓછામાં ઓછા 6-8 કલાક માટે આરામ કરવા દો.
- પરંપરાગત રીતે, માલપુઆ મેડા સાથે બનાવવામાં આવે છે. જો કે, જો તમને આરોગ્યપ્રદ માલપુઆ જોઈએ છે, તો આટા અથવા
- ઘઉંના લોટનો ઉપયોગ કરો. તમે તેમને 1:1 ના ગુણોત્તરમાં પણ મિક્સ કરી શકો છો.
- જો તમને લિપ-સ્મેકિંગ માલપુઆ જોઈએ છે, તો 1-સ્ટ્રિંગ સુસંગતતાની ખાંડની ચાસણી બનાવો અને તેને ઘટ્ટ થવા ન દો.
- વધુ સ્વાદ માટે તમે તમારા માલપુઆમાં થોડો લીલી ઈલાયચી પાવડર અને કેસર પણ ઉમેરી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો