પચાસ વર્ષ પહેલાં આ નામ સમગ્ર પોરબંદર પંથકમાં ખુબ જાણીતું હતું પોરબંદર ના લગભગ ત્રણ તાલુકા પોરબંદર રાણાવાવ અને કુતીયાણા ના દોઢશો ગામમાં કારડી પટેલ લોકપ્રિય હતા મુળ બાપોદર ગામ ના ગીગા પટેલ પણ જરાક ષ્યામ એટલે લોકો કારડી પટેલ તરીકે ઓળખતા નાનપણમાં ટુંકી જમીન એટલે બે બળદ રાખી ને ખેતી કરતા ગામના પાદરમાં વાડી એ કોશ હાકતા અને તેમના પત્ની ભાત લઈ ને આવે એટલે મેણું અચુક મારે કે તારૂ કાવ થાહે એકતો અભણ એમા ટુંકી જમીન કામના આરહુળા પણ અંદર જે શક્તિ હતી.
તેને કોણ ઓળખે બનાવ એવો બન્યો કે પટેલ ના ભાઈ ને વરવાડાગામના માથાભારે શખ્સે મારીયો અને તે શખ્સ નો દબદબો એવો કે એના સામુ જોવાની કોઈ હીમતન કરે પણ આતો સાવજ એણે નક્કી કર્યું કે આનો એવો બદલો લેવો કે બધાને ખબર પડે કે સીહ ની બોડ મા હાથ નાખવાથી પરીણામ શુ આવે અને કારડી પટેલ અને બે-ત્રણ ભાઇબંધ સાથે મળીને માથાભારે શખ્સ નુ નાક કાપીયુ બસ ત્યારથી પટેલ ની ઓળખ આજૂબાજૂના પંથકમાં લોકપ્રિય બની બસ પછી તો જ્યાં જ્યાં અન્યાય થાય ત્યાં પટેલ ને બોલાવે અને પટેલ એનો નીકાલ કરે જે જે ભાષામાં સમજે પછી તો માનો કે પોરબંદર ની કોર્ટ બાપોદર કારડી પટેલ ને ઘેર એક વખત માલ ગામમાં ઓડેદરા અને બાપોદરા બે પરીવાર વચ્ચે અણબનાવ થયો અને બંને પરીવાર વચ્ચે ઝગડો થયો અને એમાં સાત મર્ડર થયા આનુ સમાધાન કરાવા માટે આજુબાજુ વીસ્તારના ઘણા મોટા મોટા લોકોએ કોશિશ કરી પણ કામયાબ ન થઈ.
આ વાત પટેલ પાસે આવી અને એણે બન્ને પરીવાર નુ સમાધાન કરાવ્યું ઇક્ષ્વરીયા ગામના એખ ખેડૂત નુ જમીન કુતીયાણ ના માથાભારે શખ્સે પોતાનો કબજો જમાવ્યો તેનુ નામ રાજકીય ક્ષેત્રે સક્રીય એટલે જમીન પર પોલીસ રાખી હવે પેલો ખેડૂત મુંઝાયો અને બાપોદરા પટેલ પાસે આવ્યો પટેલ બાપોદર થી પચાસ લોકો ને લયને ઇક્ષ્વરીયા ગયા અને પેલાને ખબર પડતાં જમીન ખાલી કરીને ભાગી ગયો અમર ગામમાં એક માથાભારે શખ્સ જે ગરીબ માણસો હોય તેને પૈસા આપે અને એક દીવસ ના દસ ટકા વ્યાજ લેખે જ્યારે પાછી માંગણી કરે પણ ગરીબ માણસો પાસે માંડ મુળ પૈસા આપવાની મારામારી હોય ત્યાં આટલા રૂપિયા ક્યાંથી આપે અને આમ પેલો બધાની જમીન પોતાના નામે કરવી લે હવે આ વાત પટેલ પાસે આવી અને એણે અમર જય ને પેલાને ખુબ ધમકાવીયો અને બધા ને પોતપોતાની જમીન અપાવી એ સમયે પોરબંદર મા બીરલા કંપની દ્વારા મીઠા નુ અગર ચાલુ કર્યું જો મીઠા નુ અગર ચાલુ રહે
આજુબાજુ ના પચાસ ગામની જમીન મા ખારાશ ફરી વળે અને ખેડૂતો પાયમાલ થઈ જાય એટલે આજુબાજુના લોકો એ ખુબ મહેનત કરી પણ પોરબંદર ના એક વ્યક્તિ તે સમયે ગુજરાત સરકાર મા નાણામંત્રી હતા અને તેનો બીરલા કંપની ને ખુબ સપોટ હતો એટલે ખેડૂતો પણ લાચાર હતા પણ કારડી પટેલ નાણામંત્રી પાસે ગયા અને વાત કરી ભાઈ આપણે ખેડૂત ના દીકરા છે એટલે આપણે ખેડૂતો ની તરફેણ કરવી જોઈએ પણ સતા નો મદ એટલે પુછવુ શું તેણે ના પાડી દીધી કે અગર તો ચાલસે જ ત્યારે પટેલે કહ્યું કે મીઠા નુ અગર તો બંધ કરાવી ને જ રહેશુ પણ આ વખતની ચૂંટણીમાં તને પણ ઘેર બેસાડી દેશુ આમ આજુબાજુ વીસ્તારના લોકો સાથે મળીને ખુબ મોટુ આંદોલન કર્યું અને મીઠા ના અગર ને બંધ કરાવ્યું સાથે સાથે ચુંટણી મા જે નાણામંત્રી હતા તેની સામે એક કુતીયાણ ના સામાન્ય માણસ ને ઉભો રાખી ને જે નાણામંત્રી હતા
તેને ચુંટણી મા હરાવ્યો ન્યાય માટે ગમે તે કરવુ પડે તો કરવા તૈયાર હોય પછી ભલે ને સામે દુશ્મન હોય પણ ન્યાય એ ન્યાયે એ સમયે પોલીસ કહો કે કોર્ટ બધુ બાપોદર કારડી પટેલ નુ ઘર ગણાતુ આવા તો અનેક કીસ્સા છે બસ એજ અસ્તુઆ એક સત્ય અને કડવી ઘટના છે એમા કોઈ ને દુખ થાય એવુ હોય તો ક્ષમા યાસના.જય લીરબાઇ મા જય આઈ મા. જય નાથરાજ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો