BREAKING: સરકારનો મહત્વનો નિર્ણય, ફરીથી રાજ્યના 8 મહાનગરોમાં આ તારીખ સુધી લંબાવાયો રાત્રિ કરફ્યુ..

GANDHINAGAR :ગુજરાત(Gujarat)માં સરકાર બદલાતાની સાથે જ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં  આ સૌથી મોટો અને પહેલો નિર્ણય કહી શકાય. ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા કોરોનાના કેસોને કાબુમાં લાવવા રાત્રિ કરફ્યુને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યો છે.

Gujarat Curefew1
Gujarat Curefew

રાજ્યમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, આમ છતા સાવચેતીના ભાગરૂપે રાજ્યના ગૃહ વિભાગે રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ 25 સપ્ટેમ્બર સુધી યથાવત રાખવામાં આવ્યો છે. રાજ્યના ગૃહવિભાગે જાહેર કરેલા હુકમમાં જણાવાયું છે કે પ્રવર્તમાન પરિસ્થિતિનું પુનઃ સમીક્ષા કરીને રાજ્યના આ આઠ મહાનગરોમાં તારીખ 15-09-2021 થી 25-09-2021 સુધી રાત્રીના 11:00 વાગ્યાથી સવારના 6:00 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે.

8 શહેરોમાં રાત્રે 11 વાગેથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ અમલી રહેશે

આ અંગે રાજ્યના ગૃહવિભાગે જાહેર કરેલા હુકમ મુજબ રાજ્યમાં આ 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે.

બીજી બાજુ, કોરોનાથી મુક્ત થયા બાદ 16 દર્દીઓને રજા આપવામાં આવી હતી, જેમાં કોરોનાને હરાવનારા લોકોની કુલ સંખ્યા 815386 થઈ ગઈ હતી. આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં કુલ 10082 દર્દીઓના મોત થયા છે. હાલમાં, કુલ 161 સક્રિય દર્દીઓમાંથી પાંચ વેન્ટિલેટર પર છે જ્યારે અન્ય 156 ની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે.