અંકિતા નિખિલ મુલાણી એ અમરેલી જિલ્લાના ધારગણી ગામના શ્રી રાજેશભાઈ છગનભાઈ વેકરિયા પરિવારની દીકરી છે અને ભાવનગર જિલ્લાના મુલાણી સમઢીયાળા ગામના શ્રી.બીપીનભાઈ નાથાભાઈ મુલાણી પરિવારની પુત્રવધુ છે. અંકિતાએ આ બે પરિવારનું જ નહીં પરંતુ વિશ્વ વિક્રમ વિજેતા બની બે જિલ્લાનું અને લેઉવા પટેલ સમાજનું પણ ગૌરવ વધાર્યું છે.
ગત વર્ષે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસે જ મારા જીવનનું પ્રથમ પુસ્તક સંસ્કાર અને સમર્પણની સત્ય ઘટના “વારસદાર” નું શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ૬૨માં સમુહલગ્નમાં અનેક મહાનુભાવોના હાથે વિમોચન થયેલું.
તે અંતર્ગત અમરેલી જિલ્લાના ધારગણી ગામના શ્રીમતી કંચનબેન રાજેશભાઈ છગનભાઈ વેકરિયાની ૨૮ વર્ષીય સુપુત્રી અંકિતા નિખિલ મુલાણી દ્વારા લખાયેલું કાવ્ય “ભારતમાતાનો પુત્ર હું” પસંદગી પામ્યું છે. અને અંકિતા મુલાણીનું નામ સાહિત્યજગતમાં પ્રસિદ્ધિ પામતા તેઓ World Record India Holder With Gold Medal બન્યા છે. વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા તરફથી તેઓને ગોલ્ડ મેડલ, રેકોર્ડ સર્ટિફિકેટ અને પોકેટ પિન 21, ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસે એનાયત કરવામાં આવી છે.
ગત 26, જાન્યુઆરી નિમિત્તે દેશ પરદેશ આંતરરાષ્ટ્રીય મેગેઝીન દ્વારા એક દેશભક્તિ અને શૌર્યગીત કાવ્ય લેખનની એક દિવસીય મૅગેઝિનના કમિટી મેમ્બરો અને બ્રાન્ડ એમ્બેસેડર ઈવા બેન પટેલ દ્વારા સ્પર્ધા યોજવામાં આવેલી. તે અંતર્ગત સમગ્ર વિશ્વમાંથી અનેક સર્જકોએ પોતાના કાવ્યો મોકલાવેલા. તેમાંથી ક્ષતિરહિત ૧૦૦ કાવ્યોની પસંદગી થઈ અને એ કાવ્યો ખૂબ જ ટૂંકા ગાળામાં “કાવ્ય અમૃત” પુસ્તકરૂપે પ્રકાશિત થશે. આ સ્પર્ધા અને બૂકને World Record India એ રેકોર્ડ કરી છે.
અંકિતા મુલાણી છેલ્લા ૬ વર્ષીથી સાહિત્યવિશ્વ સાથે જોડાયેલા છે. અને રિચ થીંકર ઉપનામથી ખ્યાતનામ થયા છે. તે અંતર્ગત ધારગણી ગામની પોતાની છઠ્ઠી પેઢીના વારસદારની ૨૪૦ વર્ષ પહેલાંની સત્ય અને સમર્પણની ઘટનાને બુક સ્વરૂપે આલેખી “વારસદાર” પુસ્તક મૂલ્ય:અમૂલ્ય સાથે સમાજને તેમજ ગુજરાતના દરેક પુસ્તકાલયમાં સમર્પિત કર્યું છે. તે સાથે સહિયારા દસથી વધુ પુસ્તકો લખ્યા છે. આજનું યુવાધન જ્યારે દિશાહીન થઈ રહ્યું છે ત્યારે આ યુવા લેખિકાએ પોતાની કલમ દ્વારા આજના યુવાધનને યોગ્ય રાહ મળે તેવું સરાહનીય નિઃસ્વાર્થભાવે કાર્ય કર્યું છે. તેમજ તેઓ અનેકવિધ સામાજહિતના કાર્યો સાથે જોડાઈને પ્રેરણાત્મક વિચારોની સરવાણી પાથરે છે. મા સરસ્વતીની કૃપાથી તેઓએ શાળા કોલેજોમાં પણ અસંખ્ય મેડલો અને સર્ટિફિકેટો મેળવ્યા છે અને સાહિત્યવિશ્વમાં માત્ર ૨૮ વર્ષની ઉંમરે તેઓ સુપ્રસિદ્ધ લેખક બની અનેક જાહેર કાર્યક્રમોમાં અતિથિ વિશેષનું સન્માન મેળવવા સક્ષમ બન્યા છે.
વધુ માં જણાવ્યું કે એ માટે દેશ પરદેશ મેગેઝીન કમિટી મેમ્બર, બ્રાન્ડ એમ્બેસેડર ઈવાબેન પટેલ, મારા વાંચકમિત્રો અને મારા માતાપિતાની ખૂબ ખૂબ આભારી છું. એક એ માતાપિતા કે જેના થકી મારુ અસ્તિત્વ છે અને બીજા એ માતાપિતા કે જેના સહિયારા સાથ થકી હું સાહિત્યવિશ્વમાં આગળ વધી રહી છું. આજનો આ ગોલ્ડમેડલ અને સર્ટિફિકેટ હું મારા માતાપિતાને એનાયત કરતા અત્યંત ખુશીની લાગણી અનુભવું છું. જેના પ્રેમ અને વિશ્વાસ થકી હું આજે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બની છું.
સરકારી યોજનોઓ અને સરકારી નોકરી ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
👉આપ અમને Google News પર ફોલો કરો 👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક પેજ ને “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!