રાજ્યમાં આજથી નવા શૈક્ષણમિક સત્રનો પ્રારંભ થયો છે. આજથી સ્કૂલો બાળકોના કિલકિલાટથી ગૂંજી ઉઠયા છે.

Gujarat school

છેલ્લા 35 દિવસના વેકેશન બાદ રાજ્યમાં સરકારી અને ખાનગી શાળાઓમાં વેકેશન પૂર્ણ થયું છે અને આજથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓના કોલાહલથી શૈક્ષણિક સંસ્થાઓના પરિસર ગૂંજી ઉઠ્યા છે. અંદાજે 9 લાખ બાળકો આજે સ્કૂલમાં પહોંચ્યા છે.

રાજ્યમાં સ્કૂલો ભલે આજથી શરુ થઇ છે પરંતુ ટેકસ્ટ બુકની ભારે અછત જોવા મળી રહી છે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મૂંઝવણ જોવા મળી રહી છે. વાલીઓને આ વખતે મોંઘવારીનો માર સહન કરવો પડ્યો છે કારણ કે સ્ટેશનરી અને સ્કૂલ યુનિફોર્મના ભાવમાં 40 ટકાનો વધારો થયો છે.

હજુ સુધી 2022-23ના વર્ષનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયુ નથી

ધો.1થી12ની સ્કૂલોમાં 5મી મે બાદ ઉનાળુ વેકેશન શરૂ થયુ હતું. સ્કૂલોમાં બોર્ડના કેલેન્ડર મુજબ 35 દિવસનું વેકેશન અપાતુ હોય છે અને કોરોનાને લીધે સ્કૂલોમા વાર્ષિક પરીક્ષાઓ મોડી શરૂ કરાતા ઉનાળુ વેકેશન થોડું મોડું શરૂ થયું હતું. જેથી નવુ શૈક્ષણિક વર્ષ પણ એક સપ્તાહ જેટલુ મોડુ શરૂ થઈ રહ્યું છે. આજથી રાજ્યની તમામ સ્કૂલોમાં નવુ શૈક્ષણિક વર્ષ 2022-23 વિધિવત રીતે શરૃ થયું છે.પ્રાથમિક ,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલો કે જે ગુજરાત બોર્ડ હેઠળ નોંધાયેલી છે તેમાં આજથી શિક્ષણકાર્ય શરૂ થશે. રાજ્યની 55 હજારથી વધુ સ્કૂલોના એક કરોડથી વધુ બાળકો અસહ્ય ગરમી અને વેકેશનની મજા માણ્યા બાદ આવતીકાલે સ્કૂલોમાં જશે. સ્કૂલો શરૂ થઈ રહી છે ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા હજુ સુધી 2022-23ના વર્ષનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયુ નથી.આ શૈક્ષણિક વર્ષ સીબીએસઈ પેટર્ન મુજબ માર્ચ અંત સુધીનું રહેશે કે પહેલાની જેમ એપ્રિલ અંત સુધીનું રહેશે તે હજુ નક્કી નથી બોર્ડની નવી શિક્ષણ સમિતિ ગુજરાત બોર્ડની સ્કૂલોની શૈક્ષણિક પેટર્ન-દિવસો અને કેલેન્ડર નક્કી કરશે.

ઉલ્લેખનિય છે કે કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં ઓનલાઇન અભ્યાસ કરાવાઇ રહ્યો હતો અને બે વર્ષ બાદ આજથી ફરીથી ઓફલાઇન અભ્યાસનો પ્રારંભ થયો છે. જેથી વિદ્યાર્થીઓ પણ રોમાંચ અનુંભવી રહ્યા છે. જો કે કોરોનાએ ફરીથી માથું ઉંચકતા શાળાઓમાં કોરોના ગાઇડ લાઇનનું પાલન કરાવવા પણ સૂચના આપવામાં આવી છે.

પાછલા કેટલાક મહિનાઓથી કોરોનાના કેસમાં ભારે ઘટાડો થયો હતો પણ હવે સ્કૂલો શરુ થવાના સમયે જ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે જેથી વાલીઓ પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે. વાલીઓને પોતાના બાળકોને માસ્ક પહેરાવા અને કોરોના ગાઇડ લાઇનું પાલન કરવા સમજાવવા જણાવાયું છે.

સ્કૂલો શરુ થવાની હોવાથી રવિવારે સ્ટેશનરીઓની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી હતી. વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્ટેશનરી તથા યુનિફોર્મ ખરીદવા નિકળેલા જોવા મળી રહ્યા હતા. બાળકોમાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો હતો. સોમવારે સવારથી જ રસ્તાઓ પર બાળકોની સ્કૂલ વાન અને સ્કૂલ બસ તથા સ્કૂલ રિક્ષા જોવા મળી રહી હતી અને વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે, ગઈકાલે (12 જૂન) વેકેશનનો છેલ્લો રવિવાર હતો, ત્યારે મોટા ગાર્ડન,પીકિનિક સ્પોર્ટસ સહિતના જાહેર સ્થળોએ પરિવારજનો બાળકો સાથે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી રાહત એ પણ છે કે રાજ્યમા ગરમીનુ પ્રમાણ ઘટયુ છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થતા વાદળછાયા વાતાવરણ અને હવામાં ઠંડક સાથે ગરમી ઓછી થઈ છે. જો કે બીજી બાજુ રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સ્કૂલો શરૂ થતા વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવામાં થોડો સંકોચ પણ અનુભવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *