બોર્ડની પરીક્ષામાં મધમાખીના ઝૂંડે વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો

  swarm

ભાવનગરમાં ચાલુ પરીક્ષાએ 25 વિદ્યાર્થીને મધમાખી કરડી છે. જેમાં તળાજાના સથરામાં બોર્ડની પરીક્ષા દરમિયાન ઘટના બની છે. તેમાં ધોરણ-10ના 25 વિદ્યાર્થીઓને સારવાર આપવામાં આવી છે. તથા શાળાના આચાર્યએ જણાવ્યું છે કે સારવાર બાદ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે.

ચાલુ પરીક્ષાએ 25 વિદ્યાર્થીને કરડી મધમાખી

ભાવનગરના સથરામાં બોર્ડની પરીક્ષામાં અફરાતફડી ફેલાઇ હતી. જેમાં મધમાખીના ઝૂંડે 25થી વધુ વિદ્યાર્થીઓને ડંખ માર્યા છે. તેમાં ચાલુ પરીક્ષાએ વર્ગખંડમાં મધમાખીનું ઝૂંડ ત્રાટક્યું હતુ. જેમાં 108 મારફતે 10થી વધુ વિદ્યાર્થીઓને સારવાર અપાઈ છે. તેમાં 25 જેટલા ધો.10 ના પરિક્ષાર્થીઓને મધમાખી કરડી છે. તેમાં મથાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે સારવાર આપી છે. જેમાં તમામ વિદ્યાર્થીઓને સામાન્ય તકલીફ છે. તથા તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સથરાની સત્યનારાયણ સ્કૂલમાં બનાવ બન્યો છે.

તળાજાના સથરામાં બોર્ડની પરીક્ષા દરમિયાન બની ઘટના

ઉલ્લેખનિય છે કે સથરામાં ચાલુ બોર્ડની પરીક્ષામાં મધમાખીનો આંતક જોવા મળ્યો હતો. જેમાં બોર્ડની ચાલુ પરીક્ષામાં વર્ગખંડની અંદર મધમાખીનું ઝૂંડ અંદર આવ્યું હતુ. તેમાં સથરા ગામે શાળાની અંદર લેવામાં આવી રહેલી પરીક્ષામાં મધમાખીના ઝૂંડે 25થી વધુ વિદ્યાથીઓને ડંખ માર્યા છે. જેમાં વિદ્યાર્થીઓને સમયસર સારવાર આપવામાં આવી છે. તેથી તેઓ સમય બગાળ્યા વગર પરીક્ષા આપવા બેઠા છે.  

 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp