વિસનગરની યુવતી ઘરેથી નીકળી, નદીના પટમાંથી પ્રેમી સાથે લટકેલી હાલતમાં મૃતદેહ મળ્યો

‘પ્રેમ’ આ શબ્દ જ એવો છે, જેમાં માણસ પોતાનું બધું જ લૂંટાવી દે છે. જરૂર પડ્યે જીવ પણ આપી દે છે. આવી જ એક ઘટના વિસનગરથી સામે આવી છે. સાથે જીવવા મરવાના વચનો આપી પ્રેમી યુગલે જીવન ટુંકાવ્યું છે. વિસનગરના ઉમતા ગામ નજીક આજે વહેલી સવારે નદીના પટમાં એક ઝાડ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં પ્રેમી યુગલના મૃતદેહ મળ્યા છે. યુવતી ઘરેથી ગિફ્ટ લેવાનું કહીને ગઇકાલે નીકળી હતી. બાદમાં પ્રેમી સાથે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરતા પરિવારજનો દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાની જાણ થતા વિસનગર તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

યુવક મુળ ઇન્દોરનો રહેવાસી
વિસનગરના ઉમતા ગામ નજીક આજે વહેલી સવારે એક ઝાડ સાથે પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટના સ્થળે પોલીસ દોડી આવતા તપાસમાં યુવક મુળ ઇન્દોરનો અને યુવતી સુઢીયા ગામની હોવાનું સામે આવ્યું હતું.

નદીના પટમાં આપઘાત
ઉમતા ગામ નજીક આવેલા નદી પટમાં આપઘાત કરનાર 24 વર્ષીય જીતેન્દ્ર બાબુલાલ શર્મા જે મૂળ ઇન્દોરનો રહેવાસી છે. જે ઉમતા ખાતે બાળપણથી પોતાની બહેન સાથે રહેતો હતો અને વિસનગર ખાતે એક ગેરેજમાં કામ કરતો હતો. જ્યારે યુવતી મૂળ સુઢીયા ગામની પાયલબેન કિશોરજી ઠાકોર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

યુવતી ગિફ્ટનું કહીને ઘરેથી નીકળી
સુંઢિયા ગામની અને હાલ પોતાના પરિવાર સાથે રહેતી પાયલ વિસનગરની એસ. કે. યુનિવર્સિટીમાં ઓર્થોપેડિકનો અભ્યાસ કરતી હતી. જે શનિવારે સાંજે 5 કલાકે પોતાના ઘરેથી બજારમાં ગિફ્ટ લેવા જાઉં છું એમ કહી નીકળ્યા બાદ ઘરે પરત ફરી નહોતી. ત્યારે આજે વહેલી સવારે યુવતીની આવી હાલતમાં લાશ મળતા પરિવાર શોકમય બન્યો છે.

ઘટના સ્થળેથી પોલીસે બે બેગો કબ્જે કરી
ઉમતા ગામના નદી પટમાં આપઘાત કરનાર યુવક-યુવતી પોતાની સાથે બે બેગો લઇ આવ્યા હતા. જ્યાં બંને પ્રેમીઓએ દોરડા વડે ગળેફાંસો ખાઈ એક સાથે મોત વ્હાલું કર્યું હતું. હાલમાં સમગ્ર મામલે યુવક-યુવતીની લાશને પીએમ અર્થે મોકલી આપી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *