આમ આદમી પાર્ટીનો અનોખો ચૂંટણી પ્રચાર, જુઓ વિડિઓ

ગુજરાત માં આપ દ્વારા અનોખો પ્રચાર,ભાજપ-કોંગ્રસે પણ ક્યારે આવો અનોખો પ્રચાર નહિ કર્યો હોય

વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છેત્યારે ગુજરાતમાં ભાજપ,કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા સતત ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.હાલ માં ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રા શરુ કરવામાં શરુ કરવામાં આવી છે.આ અંતર્ગત આપ પાર્ટીને ભરપૂર માત્રા માં લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે.જેના લીધે ભાજપ અને કોંગ્રેસ પક્ષમાં ચિતામાં વધારો થયો છે.

ગુજરાતમાં આપ પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રા ના આધારે આપ નેતાઓ અને કાર્યકર્તાઓ ગામડે અને શહેરો જઈને લોકોની સમસ્યાઓ અને તેમને પડી રહેલી મુશ્કેલીઓની નોંધ લઈ રહ્યા છે.આપ નેતાઓ દ્વારા દિલ્હી ના સીએમ અરવિદ કેજરીવાલ મોડેલ ના સંદેશ સાથે લોકો સુધી પહોંચી રહ્યા છે.અરવિંદ કેજરીવાલ ની નજર આગામી ગુજરાતી વિધાનસભા ની ચૂંટણી પર રહેલી છે.

આપ પાર્ટી ની જ્યાં જ્યાં રેલી કે સભા થાય છે ત્યાં ભારી માત્રા માં લોકો ઉમટી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અનોખી રીતે પ્રચાર કરી રહ્યા છે ત્યારે આપ પાર્ટી ડિજિટલ પ્રચાર પણ શરુ કરવામાં આવ્યો છે ત્યારે આપ પાર્ટી દ્વારા ‘ ગુજરાતી ધમાલ’ સાથે ગુજરાતની વાત કરવામાં આવી છે.ત્યારે આ એક અલગ અંદાજમાં લોકો સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે.જુઓ વિડિઓ

આપ પાર્ટી દ્વારા ‘ગુજરાત નો ડાયરો’ કરીને પોતાના સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યો છે.આ વિડિઓ દ્વારા પ્રચાર શરુ કરવામાં આવ્યો છે.આ વિડિઓ માં હાલ માં ચાલી રહેલી પરિવર્તન યાત્રા નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ વિડિઓ માં સરકાર માં જે પેપર ફૂટ્યા છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે..

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *