જૂનાગઢ ના ગિરનાર પર્વત પર મેઘમહેર બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી,જુઓ વિડિયો

જૂનાગઢમાં આજે સવારથી ગિરનાર પર્વત પર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલને કારણે વાદળો જાણે ગિરનાર પર્વત સાથે વાતો કરતા હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. પર્વત પર ધુમ્મસભર્યો માહોલ છવાતાં અદભુત નજારો જોવા મળ્યો હતો.

પ્રવાસીઓએ વાદળો વચ્ચેથી ચાલવાનો આનંદ ઉઠાવ્યો
આજે સવારથી જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પર પણ વાદળોના સામ્રાજ્ય વચ્ચે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો. આમ, વરસાદી માહોલના ગિરનાર પર્વત પરનો અદભુત નજારો જોવા મળ્યો હતો. ગિરનાર પર્વત પર જ્યારે વરસાદ પડે છે ત્યારે અદભુત દૃશ્યો સર્જાયેલાં જોવા મળે છે, જેમાં ગિરનાર શિખર પર્વત સાથે જાણે વાદળો વહાલ કરતાં હોય એવો નજારો જોવા મળે છે. દર વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન વરસતા વરસાદી માહોલમાં ગિરનાર પર્વતની સુંદરતા અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠેલી જોવા મળે છે. એને જોવાનો લહાવો લેવા જેવો હોય છે. ચોમાસામાં ગિરનાર પર્વત પરથી અનેક ઝરણાં સજીવન થઈ વહેતાં જોવા મળે છે. પર્વતનાં પગથિયાં પરથી પણ પાણી ખડખડ વહેતું વહેતું નીચે જતું જોવા મળે છે. આવો અદભુત નજારો જોવાનો લહાવો લેવા મોટી સંખ્યામાં પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકો ગિરનાર પર્વતની મુલાકાત લે છે.
યાત્રિકોએ ખુશનુમા વાતાવરણનો આનંદ ઉઠાવ્યો
ગિરનારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે ત્યારે ખુશનુમા વાતાવરણનાં દૃશ્યો કેમેરામાં કેદ થયાં છે. ગિરનાર પર્વત પર પવનની આંધી સાથે વરસાદ શરૂ થયો છે. બીજી તરફ, ખુશનુમા વાતાવરણમાં યાત્રિકો ગિરનારની યાત્રા કરતા નજરે પડ્યા છે. ગિરનાર પર્વત ઉપરાંત જૂનાગઢ શહેરમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *