પેટ્રોલ-ડીઝલ બાદ હવે LPG સિલિન્ડરના ભાવમાં વધારો, નવા ભાવ આજથી જ લાગૂ

દેશભરમાં મોંઘવારીએ માઝા મૂકી છે. દૂધ, પેટ્રોલ-ડીઝલ પછી હવે રાંધણ ગેસના ભાવોમાં વધારો થતા સામાન્ય માણસની કમર તૂટી ગઈ છે. ઘરેલુ LPG સિલિન્ડર 50 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. કેટલાક મહિનાના અંતરાલ પછી દરોમાં વધારો થયો છે. છેલ્લી વખત ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરો 6 ઓક્ટોબર 2021ના રોજ બદલાયા હતા. દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 22 માર્ચ 2022થી વધીને 949.5 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તે 899.50 રૂપિયા હતો. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કમરતોડ વધારો કરવામાં આવ્યા છે. નવા ભાવ આજથી જ લાગૂ થઈ ગયા છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના રેટ 6 ઓક્ટોબર 2021 બાદ વધ્યા છે. આજથી ઘરેલુ એલપીજી સિલિન્ડરનો  ભાવ દિલ્હીમાં 899.50 રૂપિયાથી વધીને 949.5 રૂપિયા થઈ ગયો છે.

ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે તમે જો મુંબઈમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર ખરીદશો તો તમારે 949.50 રૂપિયા આપવા પડશે. જ્યારે કોલકાતામાં તમે સિલિન્ડર ખરીદશો તો તમારે 976 રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ એલપીજી સિલિન્ડરનો ભાવ 926 રૂપિયા હતો. આ ઉપરાંત ચેન્નાઈમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 915.50 રૂપિયાથી વધીને 965.50 રૂપિયા થઈ ગઈ છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો

રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ એવાં સમયે વધારો કરવામાં આવ્યો કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેંટ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલર પર આવી ગઈ. તમને જણાવી દઈએ કે, રશિયા-યુક્રેન તણાવ બાદ ક્રૂડ ઓઈલની કિંમત 130 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ હતી, તે સમયે વિધાનસભા ચૂંટણી વચ્ચે ભારતીય બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો ન હતો.

તમારા શહેરમાં આજના ભાવ જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાય છે અને સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના દૈનિક દર પણ જાણી શકો છો (ડીઝલ પેટ્રોલની કિંમત દરરોજ કેવી રીતે તપાસો). ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો 9224992249 નંબર પર RSP સ્પેસ પેટ્રોલ પંપનો કોડ લખીને અને BPCLના ગ્રાહકો 9223112222 નંબર પર RSP લખીને માહિતી મેળવી શકે છે. તે જ સમયે, HPCLના ગ્રાહકો HPPprice લખીને અને 9222201122 નંબર પર મોકલીને કિંમત જાણી શકે છે.  

 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *