જૂનાગઢની લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે પણ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવનાર છે. ત્રણ દિવસ કાર્યક્રમમાં અંબાજીમાં યજ્ઞ હોમ હવન અને ભજનથી ભક્તિમય માહોલ રહેશે. 8થી 10 એપ્રિલના 51 શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શક્તિપીઠ અંબાજી ગબ્બર પર પરિક્રમાને લઇને જોરશોરથી તૈયારી કરવામાં આવી રહી છે…
51 શક્તિપીઠ પરિક્રમાનું કેવું છે આયોજન ?
8 એપ્રિલે સવારે 6 વાગ્યાથી તમામ મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ થશે. 51 જેટલા અંબાજીના અગ્રણીઓ ગબ્બર પર્વત પરથી જ્યોત લાવશે .8 એપ્રિલે શોભાયાત્રા કાઢીને પરિક્રમાની શરૂઆત થશે. 2.8 કિલોમીટરની લંબાઈમાં 1500 પગથિયામાં પરિક્રમા થશે. 3 દિવસ અંબાજીમાં યજ્ઞ, હોમ હવન, ભજનથી ભક્તિમય માહોલ રહેશે. 9 એપ્રિલે 650 જેટલા આનંદ ગરબા મંડળ પરિક્રમામાં જોડાશે. 10 એપ્રિલે આનંદ ગરબા મંડળો પાલખી યાત્રા યોજશે. શક્તિપીઠ અંબાજીના ગબ્બર પર્વત પર પરિક્રમા યોજાશે. આ પ્રસંગે ભારતના સૌથી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરાયું છે..યાત્રાધામ વિકાસ બોર્ડે પણ અલગ અલગ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓને આમંત્રણ આપ્યું છે.
કોણ કોણ રહેશે હાજર ?
યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન પ્રખ્યાત ગાયિકા અનુરાધા પોનડવાલ 8 તારીખે અંબાજી આવશે. આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલ કોટેશ્વર મંદિર ખાતે ભૂમિપૂજન કરશે. મુખ્યમંત્રી રાત્રે 8 વાગ્યે સૌથી મોટા લાઈટ શોનું લોકાર્પણ કરશે. જ્યારે 9એપ્રિલે તારક મહેતાની ટીમ પણ અંબાજી આવશે.
ભક્તોને નહી પડે અગવગડતા
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન રાજ્ય સરકારના માર્ગદર્શનથી શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જે માટે વિવિધ સમિતિઓના અધિકારીઓને જે કામગીરી સોંપાઈ છે તે ચોકસાઈપૂર્વક કરવા, સમગ્ર પરિક્રમા મહોત્સવ દરમિયાન સ્વચ્છતા અંગે સવિશેષ ધ્યાન આપવા અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
Read more:
નાગરિકોને પડતા પર પાટુ, અદાણી CNGનો નવો ભાવ આસમાને
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો