અમી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ અને લેત યુનુસ ઓરાવાલા ટ્રસ્ટ દ્વારા ભારત પાકિસ્તાન બોર્ડર પર ના જવાનો સાથે રક્ષાબંધન ની ઉજવણી

અમી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ અને મરહુમ યુનુસ ઓરાવાલા ટ્રસ્ટ આયોજીત દેશ ના જવાનો ને કચ્છબોર્ડર ખાતે જઇ જુદી જુદી ૫ (પાંચ) સુરક્ષા જવાનો ની બટાલીયન ના જવાનો ની રક્ષા કાજે રાખડી બાંધી એક ગર્વ ની લાગણી અનુભવી હતી, 1000 થી વધુ જવાનો ના હાથ પર અમી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ ની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી..

WhatsApp Image 2022 08 17 at 10.19.28 AM

કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા

સુરત ના ભાજપ ના મુખ્ય કાર્યાલય પર ફ્લેગ ઓફ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપ ના નેતા પ્રદીપસિંહ વાઘેલા, નિરંજન જાની, મુકેશ દલાલ તેમજ ડેપ્યુટી મેયર દિનેશભાઇ જોધાણી પણ હાજર રહ્યા હતા.અમી ચેરીટેબલ ટ્રસ્ટ ફાઉન્ડર અમિષા જોગીયા, વિક્રમ જોગીયા, તેમજ હેતલ નાયક અને મરહુમ યુનુસ ઓરાવાલા ટ્રસ્ટ જુનેદ ભાઈ દ્વારા કચ્છ ભુજ ભારત પાકિસ્તાન બોર્ડર પર ના જવાનો સાથે રક્ષા ની રાખડી નું આયોજન કરવામા આવ્યું હતું.

આ આયોજન માં બીજા ટ્રસ્ટ અને સેવાભાવી લોકો દ્વારા ભેટ અને ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી આપી પોતાનું યોગદાન આપ્યું હતું,

ટ્રસ્ટ દ્વારા બોર્ડર પર કરી ઉજવણી

દેશ ના જવાનો સાથે 2 દિવસ રાખડી સેલિબ્રેશન કરી ખૂબ જ ગર્વ અનુભવ્યો હતો, તેમજ દેશ ના જવાનો એ અમારા ટ્રસ્ટ ના મેમ્બરો માટે પોતાના બટાલિયન માં બપોર નું જમણવાર નું આયોજન પણ કર્યું હતું. સુરત થી આ ટ્રસ્ટ કચ્છ ભુજ ના વિઘાકોર્ટ બોર્ડર (ભારત – પાકિસ્તાન બોર્ડર), ધર્મ શાળા, ભેડિયા બેટ, ખરદોઈ બોર્ડર પરના જવાનો સાથે રક્ષા બંધન નો તહેવાર ઉજવ્યો હતો.

WhatsApp Image 2022 08 17 at 10.19.29 AM 1

આ આયોજન દરમિયાન સુરત ના મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 200 નનાખટાઈ ના બોક્સ જવાનો માટે આપ્યા હતા તેમજ બીજા લોકોએ પણ પોતાની રીતે યોગદાન આપો આ આયોજન ને વધુ સુંદર બનાવ્યું હતું.

જે પણ લોકોએ સાથ સહકાર આપ્યો હતો, તે તમામ લોકો નો અમી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા ખૂબ ખૂબ આભાર

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp