અમુલ બાદ હવે બરોડા ડેરીએ અમુલ શકિત અને ગોલ્‍ડના ભાવમાં લિટરે 2 રૂપિયાનો કર્યો વધારો

 

વડોદરા: બરોડા ડેરીએ અમુલ ગોલ્ડ, તાઝા, સ્લિમ એન્ડ ટ્રિમના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો છે. ગુજરાતમા દૂધ અને દૂધ ઉત્પાદકોનું સૌથી વધારે વેચાણ કરતી અમૂલ બ્રાન્ડ દ્વારા થોડા દિવસ પહેલાં દૂધના ભાવોમાં વધારો કરાયો હતો.

અમુલ દ્વારા કરાયેલા  દુધના ભાવ વધારા બાદ હવે બરોડા ડેરીએ પણ ભાવ વધારીને સામાન્ય માણસોને સૌથી મોટો ઝટકો આપ્યો છે. બરોડા ડેરીએ દૂધ અને છાશના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી મળી છે. જેમાં અમૂલ ગોલ્ડના એક લિટરે 2 રૂપિયા ભાવ વધાર્યા કર્યો છે, હવેથી નવો ભાવ હવે 62 રૂપિયા થયો છે. તેવી રીતે અમૂલ શક્તિના પણ એક લિટરે 2 રૂપિયાનો વધાર્યા ઝીંક્યો છે, હવેથી નવો ભાવ 56 રૂપિયા થયો છે.

બરોડા ડેરીએ ગોરસ છાશના ભાવમાં 1 રૂ નો વધારો કર્યો છે. જેના કારણે 400 મી.લી. નો નવો ભાવ 11 રૂ થયો છે. બરોડા ડેરી ગોરસ છાશ 5 લીટરના ભાવમાં 10 રૂનો વધારો કર્યો છે. જેના કારણે નવો ભાવ 130 રૂપિયા થયો છે. તેવી રીતે બરોડા ડેરીએ જીરા છાશ 190 મી.લીમાં 1 રૂનો વધારો કર્યો છે. નવો ભાવ 6 રૂપિયા થયો છે.

તમને જણાવી દઈએ કે બરોડા ડેરીએ અમુલ ગોલ્ડ, તાઝા, સ્લિમ એન્ડ ટ્રિમના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો છે. ગુજરાતમા દૂધ અને દૂધ ઉત્પાદકોનું સૌથી વધારે વેચાણ કરતી અમૂલ બ્રાન્ડ દ્વારા થોડા દિવસ પહેલાં દૂધના ભાવોમાં વધારો કરાયો હતો. અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યા પછી હવે બરોડા ડેરીએ પોતાની પ્રોડકના ભાવમાં વધારો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અમૂલે દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યા અને પછી દહીં અને છાશના ભાવમાં પણ વધારો કરવાની જાહેરાત કરી હતી.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *