પુત્રના મોત બાદ હોસ્પિટલે એમ્બ્યુલન્સ ન આપી,પિતા પુત્રના મૃતદેહને લઈ 1.5 કિમી ચાલ્યો

ભારતમાં પુરતી સ્વાસ્થ્ય સેવાઓ અને હોસ્પિટલોની બેદરકારીના ઘણા એવા કિસ્સા સામે આવતા હોય છે જેમાં સામાન્ય માણસને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવતો હોય છે. આવી જ એક ઘટના ઓડિશામાં બની છે.

0a1a8da2eda86496d4688ee7b1052b91 original

હાલ ઓડિશાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં પિતા પુત્રના મૃતદેહને ખભા પર રાખીને ચાલતા દેખાય છે. આ પિતાનું નામ સુરધર બેનિયા છે અને તેમનો દીકરો બીમાર હતો. સુરધર બેનિયા તેને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. મૃતદેહ ઘરે લાવવાનો હતો, પરંતુ એમ્બ્યુલન્સ મળી શકી ન હતી. એમ્બ્યુલન્સ ના મળતાં સુરધર બેનિયા લગભગ 1.5 કિમી ચાલીને પુત્રના મૃતદેહને ખભે ઉંચકીને ઘરે લાવ્યા હતા. જો કે, મામલો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. વિભાગે કહ્યું છે કે, તે આ મામલે તપાસ કરશે.  

સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu

 

ઓડિશા ટીવીના અહેવાલ મુજબ,રાયગડાના સુરધર બેનિયા 9 વર્ષના પુત્ર આકાશને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ત્યાંના હાજર ડૉક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. સંબંધીઓનો આરોપ છે કે પુત્રના મૃત્યુ બાદ અમે મૃતદેહ ઘરે લઈ જવા વિનંતી કરી હતી, પરંતુ હોસ્પિટલે કહ્યું કે તેમની પાસે એમ્બ્યુલન્સ નથી. હોસ્પિટલ મેનેજમેન્ટે એમ્બ્યુલન્સની સેવા ના આપતાં સુરધર બેનિયાએ પુત્રના મૃતદેહને જાતે ઘરે લઈ જવાનું નક્કી કર્યું હતું અને તેઓ પુત્રના મૃતદેહને પોતાના ખભા પર લઈને ઘરે લઈ ગયા હતા.

new project 2022 03 21t195111396 1647872489

DMએ કાર્યવાહી કરવાની સૂચના આપી

ઘટના પ્રકાશમાં આવ્યા બાદ રાયગઢા જિલ્લા મેજિસ્ટ્રેટ સરોજ કુમાર મિશ્રાએ કાર્યવાહી કરવાનું કહ્યું છે. મિશ્રાએ કહ્યું હતું કે રાયગઢા હોસ્પિટલ મહાપ્રયાણ યોજના હેઠળ મૃતદેહને લઈ જવા માટે ત્રણ વાહનોની જોગવાઈ છે. હું તપાસ કરાવું છું કે શું મામલો છે? જે દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

અગાઉ પણ આવી ઘટના થઈ ચૂકી છે

વર્ષ 2019માં ઓડિશાના ગણપતિ જિલ્લાના મુકુંદ ડોરા તેમની પુત્રીના મૃત્યુ પછી પોસ્ટમોર્ટમ માટે તેના મૃતદેહને તેના ખભા પર લઈને 8 કિલોમીટર સુધી ચાલ્યા હતા. તેનો વીડિયો પણ ઘણો વાઈરલ થયો હતો. સરકારે આ મામલે ડેમેજ કંટ્રોલ કરતા ડોરાને 10 લાખનો ચેક આપ્યો હતો.  

 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *