રાજ્યના વડોદરા ખાતેથી ચોંકાવનારા કિસ્સો આવ્યો, જેના અંતિમ સંસ્કાર કરી દેવાયા તે રાતે ઘેર આવતા સૌ કોઈ ચોંકી ઊઠયા

Vadodra atim sanskar

રાજ્યના વડોદરા ખાતેથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં વડોદરાની દુમાડ ચોકડી અને જી.એસ.એફ.સી વચ્ચેથી  મળેલી અજાણી લાશની ખોટી ઓળખ થતા તેના  સગા સંબંધીઓને લાશનો કબજો સોંપી દેવામાં આવ્યો હતો. સંબંધીઓએ અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા.જે વ્યક્તિના અંતિમ સંસ્કાર થઇ  ગયા હતા.તે જીવિત પરત આવતા ચકચાર મચી ગઇ છે.

૧૬ મીએ છાણી  પોલીસને એક અજાણ્યા પુરૂષની લાશ દુમાડ ચોકડીથી જી.એસ.એફ.સી.તરફ જતા નેશનલ હાઇવે પર સર્વિસ રોડના થાંભલા પાસેથી મળી આવી હતી.તેના શરીર પર ઇજાના કોઇ નિશાન નહતા.પોલીસે ૪૫ વર્ષના અજાણ્યા મૃતકની લાશ પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. અજાણ્યા પુરૂષની લાશની ઓળખ માટે પોલીસે તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા.તે દરમિયાન વાઘોડિયાના સોમેશ્વરપુરા ગામમાં રહેતા શનાભાઇ સોલંકીએ છાણી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.અને અજાણી લાશને જોઇને પોલીસને કહ્યું હતું કે, આ લાશ મારા પુત્ર સંજય (ઉ.વ.૪૯) ની છે.પોલીસે આધાર કાર્ડ ચેક કર્યા પછી તેમજ મૃતકના આ કહેવાતા પિતા તથા અન્ય સંબંધીઓને આ લાશ સોંપી હતી.અને સંબંધીઓએ લાશના અંતિમ સંસ્કાર પણ  કરી  દીધા હતા.સંજય સમજીને  જેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.તે સંજય રાતે ઘરે પરત આવતા પરિવારજનો ચોંકી ઉઠયા હતા.અને તરત છાણી પોલીસનો સંપર્ક  કર્યો હતો.છાણી પોલીસ પણ આ વાત સાંભળીને દોડતી થઇ ગઇ હતી.

પોલીસે તરત સયાજી હોસ્પિટલના ડોક્ટરનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી.અને સંજય સમજીને જેના અંતિમ સંસ્કાર કરી  દેવામાં આવ્યા હતા.તે ડેડ બોડીના રેકર્ડમાં ફરીથી સુધારો કરી અજાણી લાશ એમ લખી દેવામાં આવ્યું હતું.

police 4

ડેડબૉડી ફૂલી ગઇ હોઇ પિતા પણ પુત્રને ઓળખવામાં ગોથુ  ખાઇ ગયા

શનાભાઇ સોલંકીનો પુત્ર સંજય  ડ્રાઈવિંગ કરે છે.પોલીસ સૂત્રો ના  જણાવ્યા અનુસાર, સંજય અવાર-નવાર ઘર છોડીને જતો રહેતો હતો.છેલ્લા ત્રણ ચાર મહિનાથી તે ઘર છોડીને જતો રહ્યો હતો.

સંજય અવાર-નવાર ઘર છોડીને જતો રહેતો હતો

એક મહિના પહેલા સંજય અને તેના  પિતા દુમાડ ચોકડી પાસે મળી ગયા હતા.બંને પિતા પુત્ર ગાડીનો ફેરો કરવા માટે મંજુસર ગયા હતા.તે સમયે સંજય મેલા ઘેલા કપડામાં હોઇ બે જોડી કપડા પણ અપાવ્યા હતા.શના ભાઇને અજાણી લાશની જાણ થતા તેઓ  પરિવારના અન્ય સભ્યો સાથે હોસ્પિટલમાં ખરાઇ કરવા માટે  ગયા હતા.ડેડબોડી ફૂલી ગઇ હતી.પરંતુ,જે કપડા હતા, તે કપડા પરથી તેમણે મૃતક  પોતાનો પુત્ર  હોવાનું નક્કી કર્યુ હતું.અને લાશ ઓળખવામાં તેઓ  ભયંકર મોટી થાપ ખાઈ ગયા હતા.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *