યુક્રેન અને રશિયા વચ્ચેના જંગનો શુક્રવારે 16મો દિવસ છે ત્યારે રશિયન સેનાનો યુક્રેન પર ભીષણ હુમલો યથાવત રહ્યો છે. કીવ, ખારકીવ, સુમી અને મારીયુપોલ સહિતના યુક્રેનના શહેરોમાં બોંબ વર્ષા થઇ રહી છે ત્યારે હવે રશિયન સેના કીવ પર કબજો મેળવા માટે ઝડપથી કીવ તરફ આગળ ધપી રહી હોવાના પણ અહેવાલો આવી રહ્યા છે.
યુક્રેનને બે બાજુથી ઘેરી લેવાયુ
રશિયન સેનાનો કાફલો હવે ટેન્ક અને એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ સાથે 2 બાજુથી યુક્રેનને ઘેરી રહ્યો છે. રાજધાની કીવ પર ટેન્કના મિસાઇલ હુમલા શરુ કરી દેવાયા છે અને બે બાજુથી થઇ રહેલા હુમલાથી યુક્રેન પણ એલર્ટ થઇ ગયું છે. રશિયન સેનાએ યુક્રેન પર ચઢાઇ કરવા માટે ક્રિમીયાનો રસ્તો પણ વિકલ્પ રુપે રાખવાનો પ્લાન બનાવ્યો છે. એજન્સીઓના અહેવાલો મુજબ રશિયન સેના યુક્રેન પર ટેન્ક, પેરાટૂપર્સ, એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલથી હુમલો કરી રહી છે. તેવામાં યુક્રેન તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તેઁણે બ્રોબરીમાં રશિયાને જવાબ આપીને 5 રશિયન ટેન્કને નષ્ટ કરી દીધી છે. અને યુક્રેનની સેના રશિયન સેનાને જડબાતોડ જવાબ આપી રહી છે. આ વચ્ચે એક સેટેલાઇટ ઇમેજ પણ જારી કરવામાં આવી છે, જેમાં જોવા મળે છે કે રાજધાની કીવને રશિયન સેનાએ અંદાજે 60 કિલોમીટર દુર થી ઘેરી રાખી છે. જો કે વચ્ચે રશિયન સેના અસ્તવ્યસ્ત થઇ ગઇ હતી પણ હવે ફરીથી રશિયન સેનાને ફરીથી તૈનાત કરી દેવાઇ છે. સેટેલાઇટ ઇમેજમાં રશિયન સેનાનો મોટો કાફલો જોવા મળ્યો હતો.
કીવ પર કબજો કરવાની રણનિતી
રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ બે સપ્તાહથી જંગ ચાલી રહ્યો છે પણ યુદ્ધનું કોઇ પરિણામ આવી શકયું નથી. યુદ્ધ લાંબુ ખેંચાઇ રહ્યું છે અને હજી સુધી રાજધાની કીવનો કબજો રશિયન સેના કરી શકી નથી, જેથી રશિયા હવે નવી રણનિતીથી કામ કરી રહ્યું છે, તેથી જ કીવ ઉપર કબજો કરવાની કોશિશો કરવામાં આવી રહી છે અને રશિયન સેનાનો કાફલો કીવની નજીક પહોંચી ગયો છે
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરોવોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
👉આપ અમને Google News પર ફોલો કરો 👈