હે મા, માતાજી! ‘બબીતાજી’ નવ વર્ષ નાના અભિનેતાને કરી રહી છે ડેટ

ભાગ્યે જ કોઈ એવું હશે જેને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) ટીવી ધારાવાહિક વિશે સાંભળ્યું નહીં હોય. આ ધારાવાહિક છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંજન પૂરું પાડે છે. આ ધારાવાહિકના દરેક પાત્રોની કંઈને કંઈ ખાસિયત છે. જેઠાલાલનો બીબીતાજી પ્રત્યેનો ઝૂકાવ પણ ટીવી ધારાવાહિકમાં જોવા મળે છે. તારક મહેતાના લગભગ તમામ કલાકારો સોશિયલ મીડિયા (Social) પણ ખૂબ સક્રિય રહે છે. બબીતાજી એટલે કે મુનમુન દત્તા વિશે તાજેતરમાં એક સમાચાર સામે આવ્યા છે. એવી ખબર છે કે મુનમુન દત્તા (Munmun Dutta) તેનાથી નવ વર્ષ નાના એક્ટરને ડેટ કરી રહી છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની મોટી લવ સ્ટોરી બધાની સામે આવી છે. ઈટાઇમ્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે મુનમુન દત્તા એટેલ કે બબીતાજી એક એક્ટરને ડેટ કરી રહી છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ ધારાવાહિકને ટપૂ (Tapu) એટલે કે રાજ અંદકત (Raj Anadkat) છે. બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા છે. જો તમે બંનેનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર રાખતા હશો તો બંનેની પોસ્ટ અને કૉમેન્ટ પણ આ વાતનો ઈશારો કરે છે. સોશિયલ મીડિયા યૂઝર્સ મુનમુન દત્તાની તસવીરો પર રાજની કૉમેન્ટ વાંચીને અવારનવાર એવું પૂછતા હોય છે કે બંને વચ્ચે શું ચાલી રહ્યું છે? હવે એવું સ્પષ્ટ થઈ ગયું છે કે, બંને વચ્ચે ફક્ત દોસ્તી નહીં પરંતુ તેનાથી કંઈક વધારે છે.

 

ટીમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'(Taarak Mehta Ka Ooltah Chashmah)ના દરેક સભ્યને પણ આ વાતની જાણ હોવાનું કહેવામાં આવે છે. તેનાથી વધારે, સૂત્રોનું તો એવું પણ કહેવું છે કે બંનેને પરિવારને પણ આ સંબંધ અંગેનો જાણ છે. એટલે કે મુનમુન દત્તા અને રાજ અંદકતના પરિવારો (Munmun Dutta family) પણ બંને વચ્ચેના સંબંધ વિશે વાકેફ છે.

ઈટાઇમ્સે સૂત્રોના હવેલાથી લખ્યું છે કે, “તારાક મહેતા…ધારાવાહિકના તમામ કલાકારો આ બંને વચ્ચેના સંબંધને સન્માનની નજરે જોઈ રહ્યા છે. બંનેને સંબંધને લઈને કોઈ તેમની મજાક નથી ઉડાવતું. એવું પણ નથી કે બંને ચોરી-છૂપી એક સાથે સમય વિતાવતા હોય. બંને વચ્ચે ખૂબ લાંબા સમયથી પ્રેમ છે, એટલે કે ખૂબ લાંબા સમયથી બંને એકબીજાને ડેટ કરે છે. આમ છતાં લોકો આ વાત જાણી શક્યા ન હતા.”

ઉંમરમાં તફાવત

 

ઉલ્લેખનીય છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં ટપૂનો રોલ કરી રહેલા રાજ અંદકતની ઊંમર (Raj Anadkat age) 24 વર્ષ છે. ત્યારે મુનમુન દત્તા (Munmun Dutta age)ની ઉંમર 33 વર્ષ છે. એટલે કે રાજ મુનમુન દત્તાથી 9 વર્ષ નાનો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મુનમુન દત્તાએ ટીવી સીરિયલમાંથી બ્રેક લીધો હતો. હાલમાં જ તેણી શૉમાં પરત ફરી છે. મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તેણી અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી રહે છે અને ચાહકોની વાહવાહી લૂંટતી રહે છે.

Credits: ETimesPic Credits: Raj Anadkat Instagram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *