બોલિવુડની બેબી ડોલ સિંગર કનિકા કપૂરે લંડનમાં બોયફ્રેન્ડ ગૌતમ સાથે કર્યા લગ્ન, ફોટો વાયરલ

બોલિવુડની બેબી ડોલ ઉર્ફ સિંગર કનિકા કપૂર લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. કનિકાએ બિઝનેસમેન ગૌતમ સાથે શુક્રવારે લંડનમાં સાત ફેરા લીધા. લગ્નમાં દરેક વિધિને પુરી કરવામાં આવી અને હવે કનિકા અને ગૌતમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

પાછલા ઘણા દિવસોથી કનિકા કપૂર લંડનમાં છે. અહીં તેમના લગ્ન પહેલા મહેંદી અને બાકીના પ્રી-વેડિંગ ફંક્શન થયા. સિંગર મહેંદીના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. તેમાં પણ તેમને ખૂબ જ સુંદર લુકમાં જોવામાં આવ્યા હતા.

કનિકા અને ગૌતમના કિસ કરતા અને ડાન્સ કરતા ફોટો પણ સામે આવ્યા હતા. પોતાના લગ્ન પર પણ કનિકા કપૂરનો લુક ખૂબ જ સુંદર હતો. તેમણે ખૂબ સુંદર પિંક બ્રાઈડલ લહેંગો પહેર્યો હતો. તેની સાથે જ તેણે રેડ સ્ટોન વાળો હાર અને ચોકર પહેર્યો હતો. પિંક ચુડો અને દુપ્પટ્ટામાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ગૌતમના લુકની વાત કરવામાં આવે તો તેણે ક્રીમ કલરની શેરવાની પહેરી હતી. તેની સાથે જ તેણે બ્રાઉન લેધર બૂટ્સ અને પાઘડીની સાથે પોતાના લુકને કંપ્લિટ કર્યો હતો. ગૌતમ પોતાના આ વેડિંગ લુકમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.

આ લગ્નમાં કનિકા અને ગૌતમના પરિવાર અને નજીકના મિત્રો સામેલ છે. લગ્નમાં કપલના લોકોએ સાથે ખૂબ પોઝ આપ્યા હતા. ત્યાં જ દરેક લોકો કનિકા અને ગૌતમને બ્લેસિંગ્સ આપ્યા હતા.

કનિકાના લગ્નના ઘણા વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં દુલ્હન બનેલી કનિકા કપૂરને પોતાના દુલ્હાની પાસે જતા જોઈ શકાય છે. કનિકા એખ ચુંદડીની નીચે ચાલીને ગૌતમની પાસે આવે છે. વીડિયોમાં મોહમ્મદ રફીનું ફેમસ ગીત તેરે મેરે સપને અબ એક રંગ હૈ વાગી રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *