નવરાત્રીને લઈ ખેલૈયાઓ માટે આવ્યા ખરાબ સમાચાર : આ લોકોને નહીં મળે શકે શેરીમાં ગરબે ઘૂમવાનો મોકો, જાણી લો નવો આવેલા નિયમ

સુરત શહેરમાં નવરાત્રીને લઈ મનપાએ મહત્વની ગાઈડલાઈન જાહેર કરી છે. એ મુજબ જે વ્યક્તિએ રસીનો પ્રથમ અને બીજો ડોઝ લીધો હશે તેને જ શેરી ગરબામાં ભાગ લેવા દેવામાં આવશે નહીં તો તેઓને ગરબે ઘૂમવા માટેની પરવાનગી આપવામાં નહીં આવે. એ માટે તંત્રએ ખાસ બેઠક કરીને જવાબદારી સોંપી હતી. તેમ છતાં શેરી-સોસાયટીના ગરબામાં મનપા તંત્ર અલગ-અલગ ટીમો બનાવી આકસ્મિક ચેકિંગ પણ હાથ ધરશે. આ સિવાય સુરત મનપા તંત્રએ રસીના બાકી ડોઝ લેવા અપીલ કરી હતી.

NAVRATRI 2
NAVRATRI

શેરી ગરબાને મંજૂરી આપતાં હવે નવરાત્રીની ખરીદી માટે લોકો ઊમટી પડ્યાં

નવરાત્રીમાં કોરોનાને કારણે ગયા વર્ષે ગરબાના આયોજનને મંજૂરી ન મળતાં અમદાવાદ શહેરના ચણિયાચોળી માર્કેટો ખાલીખમ હતાં. જો કે આ વર્ષે સરકારે શેરી ગરબાને મંજૂરી આપતાં હવે નવરાત્રીની ખરીદી માટે લોકો ઊમટી પડ્યા છે. લો ગાર્ડન, માણેકચોક, પાનકોરનાકા સહિતનાં બજારોમાં ચણિયાચોળી સહિતની નવરાત્રિને લગતી વસ્તુઓની ખરીદી માટે લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

NAVRATRI 5
NAVRATRI

કોરોનાને લીધે અપેક્ષા મુજબનો વેપાર ધંધો થયો

વેપારીઓ જણાવી રહ્યા છે કે, ગયા વર્ષે કોરોનાને લીધે અપેક્ષા મુજબનો વેપાર ધંધો થયો ન હતો. ભીડને જોતાં આ વખતે ગયા વર્ષ કરતાં નવરાત્રિ સુધીમાં 30થી 40 ટકા સુધીનો વેપાર થવાની આશા બંધાઈ છે. હજી પણ નવરાત્રી સુધીમાં મોટી સંખ્યામાં લોકો ચણિયાચોળી સહિતની વસ્તુઓની ખરીદી કરે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત માં જીવલેણ કોરોના વાયરસની ઘાતક અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે, બીજી તરફ રસીકરણ મામલે પણ તંત્ર આગળ આવ્યું છે. આ વચ્ચે ગરબા રસીકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્ય સરકાર નવરાત્રી અંગે મોટા અને મહત્વના નિર્ણય લીધો છે. છેલ્લા ઘણા સમયથી થનગાટ કરવા માટે યુવા ધન થનગની રહ્યું છે. ઘાતક કોરોના કાળના બે વર્ષ પછી ગરબા રમવાની ભૂપેન્દ્ર પટેલની સરકારે મંજૂરી આપી છે.

NAVRATRI 7
NAVRATRI

ત્યારે આ વચ્ચે ખૈલયાઓ માટે મહત્વના એ અહેવાલ આવ્યા છે કે સરકાર અને તંત્ર કરફ્યુમાં એક કલાકની છુટ આપી દીધી છે. બીજી તરફ ગરબા માત્રને માત્ર શેરીમાં યોજાયાશે આ મામલે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવારરીતે જાહેરાત કરવામાં આવી ઉલ્લેખનીય છે કે કોઈપણ ક્લબ અથવા પાર્ટીપ્લોટમાં ગરબા નહીં યોજાય.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આગામી નવરાત્રિ તહેવારો તેમજ લગ્ન પ્રસંગોની સાંસ્કૃતિક ધરોહર મુજબ ઉજવણી થાય તે હેતુથી અને આવા પ્રસંગો સાથે સંકળાયેલા નાના વ્યવસાયકારોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને જનહિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

NAVRATRI 3
NAVRATRI
 • રાત્રીના 12 થી સવાર ના 6 વાગ્યા સુધી કરફ્યુ
 • કરફ્યુમાં એક કલાકની છુટ આપવામાં આવશે
 • શેરી ગરબા ને આપવામાં આવશે પરવાનગી
 • ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર કરવામાં આવશે જાહેરાત
 • કલબ પાર્ટીપ્લોટમાં ગરબા નહિ યોજાઈ.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે યોજેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ લીધેલા આ નિર્ણયો અનુસાર રાજ્યના જે ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કરફયુ અમલમાં છે ત્યાં તા.રપ/૯/ર૦ર૧ના રાત્રિના ૧ર કલાકથી તા.૧૦/૧૦/ર૦ર૧ સવારે ૬ વાગ્યા સુધી દરરોજ રાત્રિ કરફયુ અમલમાં રહેશે.

 • રાત્રિ કરફયુની સમય મર્યાદા અત્યારે રાત્રિના ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધીની છે તેમાં એક કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના ૧ર થી ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયું રહેશે.
 • આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે તે સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.
 • લગ્ન પ્રસંગોમાં અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેકસીનના બે ડોઝ લીધા હોય તે આવા આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.
 • રાજ્યમાં પાર્ટી પ્લોટ, કલબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શીયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહિ.
 • અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની ૪૦ વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે.
 • રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના ૧૦ કલાક સુધી અગાઉ ક્ષમતાના ૬૦% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના ૭પ% સાથે ચાલુ રાખી શકાશે.
 • રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં તે પણ હવે રાત્રિના ૧૦ વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે
NAVRATRI 1
NAVRATRI

રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. સીએમની અધ્યક્ષતા હેઠળ ગૃહ વિભાગની બેઠક યોજાઇ હતી. જેમાં નવરાત્રિને લઇને મહત્વનો નિર્ણય કરાયો છે…જેમાં રાત્રિ કરફયૂને લઇને 1 કલાકનો સમય ઘડાટાયો છે…નવરાત્રિ દરમિયાન રાત્રિ કરફયૂ 12 થી 6 વાગ્યા સુધી રહેશે…જેથી ખેલૈયાઓ 12 વાગ્યા સુધી ગરબે ઘૂમી શકશે…તો પાર્ટી પ્લોટ કે ક્લબમાં ગરબાના આયોજનને પરવાનગી નથી અપાઇ માત્ર શેરી ગરબાને જ પરવાનગી આપવામા આવી છે.

 

Source :- GSTV

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *