બેંગ્લોર માં પરીક્ષા દરમ્યાન બેંગલોરની 6 સ્કૂલોમાં આવ્યો બોમ્બની ધમકી ભર્યો ઈમેલ

બેંગ્લોરની સાત શાળાઓમાં બોમ્બની ધમકીનો ઈમેલ આવતાં ગભરાટ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ હાલ તમામ શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી છે. દરમિયાન, સવારે 11 વાગ્યે, એક ઈ-મેલ આવ્યો હતો કે શાળાના પરિસરમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. ત્યારપછી તરત જ જગ્યા ખાલી કરાવવામાં આવી હતી.

સ્વાભાવિક છે કે સ્કુલમાં પરીક્ષા ચાલતી હોવાથી બાળકો સ્કુલમાં જ હોય આથી તંત્ર વધારે દોડતુ થયુ હતુ ધમકી આપનારની વાત જો ખરેખર સાચી પડે તો કેટલી મોટી દુર્ઘટના થાય આથી તાત્કાલીક ધોરણે બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ આવી પહોંચી હતી.

બેંગ્લોરની આ સ્કૂલોમાં આવ્યો હતો મેસેજ

  1. DPS Varthur
  2. Gopalan International School
  3. New Academy School
  4. St. Vincent Paul School
  5. Indian Public School Govindpura
  6. .Ebenezer International School, electronic city.

ધમકી મળ્યા બાદ બોમ્બ વિરોધી ટુકડીએ તપાસ શરૂ કરી છે. બેંગલુરુ શહેરના પોલીસ કમિશનર કમલ પંતે શુક્રવારે જણાવ્યું હતું કે શહેરની સાત શાળાઓને ઈ-મેલ દ્વારા બોમ્બની ધમકીઓ મળી છે અને પોલીસ ટીમો સ્થળ પર તપાસ કરી રહી છે.

bom 02 1

શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, “બેંગલુરુની બહારના વિસ્તારમાં આવેલી ચાર શાળાઓને ઈ-મેલ દ્વારા બોમ્બની ધમકીઓ મળી છે, અમારી સ્થાનિક પોલીસ તેની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે એક કવાયત છે અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અનુસાર તપાસ ચાલી રહી છે.” કમિશનરે કહ્યું. , “ઈ-મેલના આધારે, અમારી ટીમ ત્યાં સ્થળ પર તપાસ કરી રહી છે અને જ્યારે વધુ માહિતી આવશે, ત્યારે તેને શેર કરવામાં આવશે.”

કોઈપણ શાળામાંથી વિસ્ફોટકો મળ્યા નથી
ઈ-મેલ દ્વારા બેંગ્લોરની 6 શાળાઓને બોમ્બની ધમકી મળ્યા બાદ તેની જાણ પોલીસને કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ તમામ છ શાળાઓના પરિસરમાં પહોંચી અને તપાસ શરૂ કરી. જો કે હજુ સુધી કોઈપણ શાળામાંથી વિસ્ફોટક સામગ્રી મળી નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp