હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મોટો અકસ્માત થયો છે. સોમવારે સવારે સેંજ ખાણીમાં એક બસ ખીણમાં પડી ગઇ છે. બસમાં કુલ 45 લોકો સવાર હતા, તેમાંથી 10થી વધુ લોકોના અત્યાર સુધીમાં મોત થઇ ચૂકયા છે. બસમાં કેટલાંક બાળકો પણ હતા જે સ્કૂલે જઇ રહ્યા હતા. આ ખાનગી બસ રસ્તા પરથી પસાર થઇ રહી હતી ત્યારે રસ્તા પરથી નીચે ખીણમાં પડી ગઇ.
કુલ્લુ જિલ્લાના શૈનશરમાં સાંજના સમયે ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. બસ જંગલા ગામથી લગભગ 200 મીટર દૂર પડી હતી. આ અકસ્માતમાં 10થી વધુ લોકોના મોત થયા હતા. જેમાં એક વિદ્યાર્થીની પણ છે. ત્યાં ત્રણ લોકો ઘાયલ પણ થયા છે. ઈજાગ્રસ્તોમાં બસના ડ્રાઈવર અને ઓપરેટર ઉપરાંત એક મુસાફરનો સમાવેશ થાય છે.
- કુલ્લુના સેન્જ વિસ્તારમાં દુ:ખદ ઘટના બની
- બસમાં સ્કૂલના બાળકો સહિત 40થી વધુ મુસાફરો સવાર હતા
- ખાનગી બસ રોડથી 200 મીટર દૂર પડી હતી
- ઘણા બાળકો સહિત અત્યાર સુધીમાં 10થી વધુ મૃતદેહો બહાર આવ્યા છે
- ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
Himachal Pradesh | 10 dead after a private bus rolled off a cliff in Jangla area of Sainj valley on Neoli-Shansher road of Kullu district. Injured being shifted to Local hospitals, teams from Kullu moved to spot: DC Kullu Ashutosh Garg pic.twitter.com/iJ06mN1SEF
— ANI (@ANI) July 4, 2022
મળતા અહેવાલ મુજબ આ અકસ્માત સોમવારે સવારે અંદાજિત 8.45 વાગ્યે થયો હતો.બસ શનશરથી ઓટ જઈ રહી હતી.ડેપ્યુટી કમિશનર કુલ્લુ આશુતોષ ગર્ગે જણાવ્યું કે બસ દુર્ઘટનામાં 10થી વધુ મૃતદેહો મળી આવ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બસના પરખચ્ચા પણ ઉડી ગયા. લોકોના મૃતદેહો બસમાં ફસાઈ ગયા.