કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આ મહિલાઓને દર મહિને મળશે 2250 રુપિયા, ગુજરાતમાં મળે છે આટલા રુપિયા પેન્શન

મોદી સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે, જે અંતર્ગત તમામ વર્ગના લોકોને વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે. આજે અમે તમને કેન્દ્ર સરકારની એક એવી યોજના વિશે જણાવીશું જેમાં દેશની મહિલાઓને દર મહિને પૈસા આપવામાં આવે છે. સરકારની આ યોજનામાં રકમ રાજ્ય પ્રમાણે અલગ-અલગ હોય છે. અમે આજે તમને સરકારની વિધવા પેન્શન યોજના (Vidhva Sahay Yojana) વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં સરકાર આર્થિક રીતે નબળી મહિલાઓને મદદ કરે છે, જે હેઠળ તેઓ પોતાનું ગુજરાન સારી રીતે કમાઈ શકે છે. વિધવા પેન્શન યોજના (Vidhva Sahay Yojana) હેઠળ મહિલાઓને દર મહિને પેન્શનની રકમ આપવામાં આવે છે.

કોને થશે ફાયદો?
જે મહિલાઓ ગરીબી રેખા નીચે આવે છે તે જ આ યોજનાનો લાભ લઇ શકે છે. આ ઉપરાંત અરજદાર મહિલા સરકારની અન્ય કોઇ પેન્શન યોજનાનો લાભ લઇ રહી હોય તો તેનો લાભ લઇ શકે નહીં. અરજદાર મહિલાની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

ગુજરાતની વિધવા  મહિલાઓને મળશે દર મહિને 1250 રુપિયા 
વિધવા સહાય યોજના (Vidhva Sahay Yojana) હેઠળ ગુજરાતમાં વિધવા મહિલાઓને દર મહિને 1250 રુપિયા મળે છે. ગુજરાતમાં વિધવા સહાય યોજના (Vidhva Sahay Yojana) નું નામ બદલીને ગંગા સ્વરુપ યોજના નામ કરાયું છે. હરિયાણા સરકાર દર મહિને ₹2250નું પેન્શન આપે છે. આ સુવિધાનો લાભ માત્ર તે જ મહિલા લઈ શકે છે જેની વાર્ષિક આવક 200,000 રૂપિયા હોવી જોઈએ.

આ યોજના માટે અરજી કરવા માટે નીચેના પ્રમાણપત્રો જરુરી 
આ યોજનાનો લાભ લેવા માટે વિધવા મહિલાઓ પાસે આધાર કાર્ડ, પતિનું મૃત્યુ પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, ઉંમરનું પ્રમાણપત્ર, બેંક ખાતાની પાસબુક, મોબાઇલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જરૂરી છે.

ઉત્તર પ્રદેશ વિધવા પેન્શન યોજના (Vidhva Sahay Yojana) 
ઉત્તર પ્રદેશ સરકાર આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 300 રૂપિયા આપશે. આ સ્કીમમાં પેન્શનની રકમ સીધા ખાતાધારકોના એકાઉન્ટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સિવાય જો અન્ય રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર વિધવા પેન્શન યોજના (Vidhva Sahay Yojana) માં દર મહિને 900 રૂપિયા, રાજસ્થાન વિધવા પેન્શન યોજના (Vidhva Sahay Yojana) માં દર મહિને 750 રૂપિયા, દિલ્હી વિધવા પેન્શન યોજના (Vidhva Sahay Yojana) માં ક્વાર્ટર દીઠ 2500 રૂપિયા, ગુજરાત વિધવા પેન્શન યોજના (Vidhva Sahay Yojana) હેઠળ દર મહિને 1250 રૂપિયા, ઉત્તરાખંડ વિધવા પેન્શન યોજના (Vidhva Sahay Yojana) હેઠળ દર મહિને 1200 રૂપિયા પ્રતિ માસની રકમ આપવામાં આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp