આજથી 7 મોટાં ફેરફાર જેની ખિસ્સાં પર અસર પડશે,શું છે ફેરફારો

Today change

1 જુલાઈ એટલે કે આજથી દેશભરમાં ઘણાં ફેરફાર થયાં છે અને તેની સીધી જ અસર તમારાં ખિસ્સાં અને જીવન પર પડશે. તેથી, તે જરુરી છે કે, તમે નિયમો વિશે પહેલાંથી જ જાગૃત હોવ. આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તાં થયાં છે. આ સાથે જ આધાર-પાન લિંક માટે 1,000 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. આજે અમે તમને આવાં જ 7 ફેરફારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ…

1. કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તાં થયાં
કોમર્શિયલ ગેસ સિલિન્ડરનાં ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્લીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2,219 રૂપિયાથી ઘટીને 2,021 રૂપિયા થઈ ગઈ છે. આવી જ રીતે કોલકાતામાં 2,322 રૂપિયાની સામે હવે સિલિન્ડર 2,140 રૂપિયામાં મળશે. મુંબઈમાં કિંમત 2171.50 રૂપિયાથી ઘટીને 1,981 રૂપિયા અને ચેન્નઈમાં 2373 રૂપિયાથી ઘટીને 2186 રૂપિયા થઈ ગયા છે.

આ મુજબ ગેસ સિલિન્ડરના દરમાં દિલ્હીમાં 198 રૂપિયા, કોલકાતામાં 182 રૂપિયા, મુંબઈમાં 190.50 રૂપિયા અને ચેન્નઈમાં 187 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ગયાં મહિને જૂનમાં કોમર્શિયલ સિલિન્ડરનાં દરોમાં 135 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે, ઘરેલું ગેસ સિલિન્ડરમાં ઓઇલ કંપનીઓ દ્વારા કોઈ રાહત આપવામાં આવી ન હતી. દિલ્હીમાં 14.2 કિલોવાળા ગેસ સિલિન્ડરની કિંમત 1,003 રૂપિયા કરવામાં આવી છે.

2. આધાર-પાન લિંક કરવા માટે હવે 1000 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે
આજથી પાનને આધાર સાથે લિંક કરવા માટે તમારે 1,000 રૂપિયાનો ચાર્જ ચૂકવવાં પડશે. 30 જૂન સુધીમાં આ કામ 500 રૂપિયામાં થઈ જતું હતું ત્યારે હવે તમારે 500 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

3. ક્રિપ્ટોકરન્સી લેવડ-દેવડ પર TDS લાગશે
હવેથી જો એક વર્ષ દરમિયાન ક્રિપ્ટોકરન્સીનું ટ્રાન્ઝેક્શન 10 હજાર રૂપિયાથી વધુ થાય તો તેના પર 1 ટકા ચાર્જ લાગશે. આવકવેરા વિભાગે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (VDA) માટે TDSના ડિસ્ક્લોઝર નોર્મ્સ જાહેર કર્યા છે. તમામ NFT કે ડિજિટલ કરન્સી તેના દાયરામાં આવશે.

4. KYC વગરના ડિમેટ એકાઉન્ટ ડિએક્ટિવેટ થઈ જશે
ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સ માટે KYC કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2022 હતી. આવી સ્થિતિમાં જો તમે ખાતાનું KYC કર્યું નથી, તો તે ડિએક્ટિવેટ થઈ જશે. આનાથી તમે શેરબજારમાં વેપાર કરી શકશો નહીં. જો કોઈ વ્યક્તિ કંપનીના શેર ખરીદે તો પણ આ શેર ખાતામાં ટ્રાન્સફર થઈ શકશે નહીં.

5. મોટરસાઇકલ ખરીદવી મોંઘી પડશે
1 જુલાઈથી ટુ-વ્હીલર્સ મોંઘા થઈ જશે. હીરો મોટોકોર્પે પોતાની બ્રાન્ડની કિંમતોમાં 3 હજાર રૂપિયા સુધીનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. વધતી મોંઘવારી અને કાચા માલના ભાવમાં તેજીને કારણે હીરો મોટોકોર્પે ભાવમાં વધારો કર્યો છે.

6. ગિફ્ટ પર 10 ટકા TDS આપવો પડશે
વ્યવસાય અંતર્ગત મળેલી કોઈપણ ગિફ્ટમાં 10% ના હિસાબથી ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) આપવો પડશે. આ ટેક્સ ડૉકટરો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પર લાહશે. જો કે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ પર ત્યારે જ આ ટેક્સ લાગશે જ્યારે તે કોઈ કંપની પાસેથી માર્કેટિંગ માટે મેળવેલો સામાન રાખશે. જો તે સામાન પરત કરી દેશે તો TDS નહીં લાગે.

7. ટોલ ટેક્સ વધારે ચૂકવવો પડશે
દિલ્હી-દહેરાદૂન હાઇવે (NH-58)ના ટોલના દરમાં 1 જુલાઇએ (ગુરુવારે બપોરે 12 વાગ્યાથી) વધારો કરવામાં આવ્યો છે. લોકડાઉનમાં ટોલ રેટમાં વધારો કરવામાં આવ્યો ન હતો. 1 જુલાઈથી અહીંથી પસાર થતાં લોકોએ 5 રૂપિયાથી લઈને 80 રૂપિયા સુધીનો વધારાનો ખર્ચ ઉઠાવવો પડશે.

વાહન જૂનો દર નવો દર
કાર 95 110
જીપ 95 110
વાન 95 110
હળવાં વાણિજ્ય વાહનો 165 190
બસ 335 385
ટ્રક 335 385
મોટાં કોમર્શિયલ વાહનો 540 620

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp