આવતીકાલે અંકિતા મુલાણી દ્વારા લખેલા બે પુસ્તકો નું વિમોચન …

આઝાદીના 75 માં વર્ષની જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે 75 ના આંકડામાં સમગ્ર દેશમાં ઘણા સુકાર્યો થઈ રહ્યા છે. ત્યારે આવતી કાલે 12 જૂન 2022 ના રોજ સંસ્કારભારતી સ્કૂલ ઓડિટોરિયમ ખાતે અંકિતા મુલાણી લિખિત બે પુસ્તકોનું જાજરમાન વિમોચન થવા જઈ રહ્યું છે. “વારસદાર” અને “ત્રણ દાયકાની જિંદગી”. આ વર્ષે અંકિતા મુલાણી વિશ્વ લેવલની કાવ્યસ્પર્ધામાં “ભારતમાતાનો પુત્ર હું” રચના સ્થાન પામી અને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર વિથ ગોલ્ડ મેડલ બન્યા છે. અંકિતા મુલાણીએ આજ સુધીમાં 200થી વધુ લઘુકથા, ટૂંકીવાર્તા અને સત્યકથાઓ લખી છે તેમજ ઘણા કાવ્યો લખ્યા છે. જેમાંથી 75 સત્યવાર્તાઓનો સંગ્રહ એક ગ્રંથ સ્વરૂપે આપવા જઈ રહ્યા છે ત્યારે તે પુસ્તકના પોંખણાં કરવા જ રહ્યા.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્વરૂપે શ્રી. મનુભાઈ પંચોળી (લોકભારતી સણોસરા), વિશેષ ઉપસ્થિતિમાં હિતેન કુમાર (ગુજરાતી મુવી એક્ટર), રવજીભાઈ ગાબાણી (સાહિત્યકાર), ધર્મેન્દ્ર રાખોલીયા (એક્સ આર્મીમેન અને હાલ પી.એસ.આઈ.) ડૉ. સ્નેહલ ડુંગરાણી, ડૉ. મુકુલ ચોકસી (ખ્યાતનામ કવિ અને મનોચિકિત્સક), એષા દાદાવાળા (સુપ્રસિદ્ધ કવિ અને કોલમિસ્ટ), મુકેશ સોજીત્રા (વિઠ્ઠલતીડીના લેખક) અને ઝેડ. કેડ. પબ્લિકેશનના ઓનર મનીષ પટેલ અને સુરતના ખ્યાતનામ કવિગણ અને સાહિત્યપ્રેમી જનતાની સાક્ષીએ આ પુસ્તક વિમોચન પ્રસંગની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે સુરતની જનતાને ભાવભર્યું આમંત્રણ છે.

પુસ્તક વિમોચન સાથે સાથે સાત્વિ ચોક્સી અને એક્ટર મહોતાજ દ્વારા વાચીકમનું અને ડૉ. હરીશ ઠાકર, ગૌરાંગ ઠક્કર, ડૉ. વિવેક ટેલર, મિત્ર રાઠોડ, વિપુલ માંગરોળિયા અને મયુર કોલડીયા મુશાયરાની મોજ કરાવશે તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જેમને રાત દિવસ સાંભળવા ગમે તેવા પાર્થ ખાચરના હાથમાં છે.અને આ કાર્યક્રમ માં અલગ – અલગ મીડિયામિત્રો પણ આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવાના છે અને ગૌરવની વાત તો એ છે કે પુસ્તકમાંથી મળતી રોયલ્ટીની રકમ સમાજકલ્યાણર્થે વાપરવાનો અંકિતા મુલાણીએ ઉમદા નીર્ધાર કર્યો છે.

પુસ્તક ખરીદવા સંપર્ક કરો : 63588-52437
સમય: રાત્રે 8.30 વાર,રવિવાર
સ્થળ, સંસ્કારભારતી ઓડિટોરિયમ, રાંદેર રોડ, તાડવાડી ચારરસ્તા, સુરત.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *