-
રાજધાની સ્લીપર કોચમાં આગ ભભૂકી
-
એસીમાં બ્લાસ્ટ થતાં આગનું અનુમાન
-
બે જણાને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ ખસેડાયા
વરાછા હીરાબાગ સર્કલ વિસ્તારમાં રાજધાની ટ્રાવેલ્સની અંદર એકાએક આગ લાગી છે. આ ઘટનામાં એક મહિલા મુસાફર બળીને ભડથું થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી.
સુરત શહેરના હીરાબાગ સર્કલ ખાતે મુસાફરો ભરેલી ખાનગી બસમાં અચાનક આગી ભભૂકી ઉઠતા બે લોકોના મોત નીપજ્યા છે. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.
તેમ જ અન્ય મુસાફરો ગંભીર રીતે દાઝી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. લોકોના જીવ બચાવવા માટે ઘટનાસ્થળે હાજર લોકોએ પણ સ્વયંભૂ રીતે પ્રયાસો શરૂ કરી દીધા હતા. ઘટનાની ગંભીરતાને જોતા સુરત શહેરના મેયર ઘટના સ્થળ પર પહોંચ્યા છે. ટ્રાવેલ્સમાં લાગેલી આગને કારણે ફાયરથી દાઝેલા મુસાફરોને સારવાર માટે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ સર્કલ ખાતે ખાનગી લક્ઝરી બસ રાજધાની સ્લીપલ કોચમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં બસમાં સવાર બે મુસાફરનું મોત નીપજ્યું છે.
આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગ દ્વારા બે લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જેઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસના એસીમાં બ્લાસ્ટ થવાના કારણે આગ ભભૂકી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
આ મામલે સ્થાનિક કોર્પોરેટરે જણાવ્યું કે, આ ઘટના કંઈ રીતે બની તેની ચોક્કસ તપાસ થશે. જ્યારે જે કોઈ પણ આ ઘટનામાં જવાબદાર હશે તેમના વિરુદ્ધ આકરા પગલા લેવામાં આવશે.
આગ લાગવાની ઘટના સમયે બસમાં કુલ 15 મુસાફરો સવાર હતા અને બસ સુરતથી ભાવનગર તરફ જઈ રહી હતી. સુરતના મેયર હિમાલી બોઘાવાલાએ સ્મીમેર હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્ત સાથે મુલાકાત કરી હતી.
જો કે સમગ્ર ઘટના અંગે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવી શક્યું નથી. આગ લાગવાનું કારણ ઉપરાંત આટલી ઝડપી આગ કઇ રીતે ફેલાઇ ગઇ તે અંગેનું કારણ પણ હજી સુધી સામે આવી શક્યું નથી. ફાયર વિભાગ હાલ તો હજી આ અંગે તપાસ ચલાવી રહી છે.