સોશિયલ મીડિયા નો સદ્ઉપયોગ કરી મહેશ ભુવાએ અનેક પરિવાર ની જિંદગી બચાવી,વાંચો અને વધુ લોકો સુધી શેર કરો.

Mahesh Bhuva

સુરત(Surat) : આજે તમને એક એવા વ્યક્તિ નો પરિચય કરાવવા જઈ રહ્યા છે . જેઓ વર્ષ 2019 થી નિઃસ્વાર્થ ભાવે સેવા આપતા મહેશ ભુવા(Mahesh Bhuva) વિશે જણાવવા જઈરહ્યા છીએ.મહેશ ભુવા (Mahesh Bhuva) એ સોશ્યલમીડિયા (Social Media) નો સદ્ઉપયોગ  કરી આજ દિન સુધી અનેક જરૂરિયાતમંદ પરિવારોની મદદ કરી છે.તેમને એવા વ્યક્તિ અને જરૂરિયાતમંદ પરિવાર  ની પોસ્ટ મૂકી ને અત્યાર સુધી બે કરોડ થી પણ વધુ ની રકમ નું દાન એકત્ર કરી અને પરિવાર ના ખાતા નંબર મૂકી ને સીધા જ પરિવાર ના બેંક ખાતામાં રકમ જમા કરાવી છે.

વધુ માં જણાવીએ તો વર્ષ 2019 માં પ્રથમવાર સોશ્યિલ મીડિયા માં સેવા ની પોસ્ટ(Post) મૂકી હતી અને આજદિન સુધી તેઓ 40 થી પણ વધુ પોસ્ટ મૂકી ચુક્યા છે આ ઉપરાંત ત્રણ દિવસ અગાઉ સોશ્યિલ મીડિયા માં પોસ્ટ મુકી હતી. આ પોસ્ટ થકી ફક્ત બે જ દિવસ માં જ સાડા ચાર લાખ રૂપિયા ફંડ પરિવાર ને એકત્રિત કરવામાં આવ્યું છે.તેવું જાણવવા મળ્યું છે .

ખરેખર સોશ્યિલ મીડિયા ના સકારાત્મક ઉપયોગથી મહેશભાઈએ જરૂરિયાતમંદ એક દીકરીને નવજીવન આપ્યું હતું, અને સમાજમાં અનોખી ઉર્જા વહેતી કરી હતી. આ પહેલા પણ મહેશભાઈએ, ગોંડલ ગોઝારા માર્ગ અકસ્માતમાં બે પરિવારનાં છ વ્યક્તિઓના અવસાન થયા બાદ સદનસીબે બચી ગયેલ પરંતુ સંપૂર્ણ નોંધારી બની ગયેલ ત્રણ દીકરીઓ માટે માત્ર સોશિયલ મીડિયા નો સદ્ઉપયોગ કરી શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ Leuva Patel ફેસબુક પેજ ની અપીલ અને પ્રિન્ટમીડિયા ની નોંધ થી છત્રછાયા વગરની બની ગયેલ દીકરીઓ માટે સીધા તેમના જ બેંક એકાઉન્ટમાં મોટી સહાય અપાવી હતી. જે રકમથી તમના માતા-પિતા તો પાછા નહિ આવે પરંતુ, દીકરીઓના ભવિષ્યમાં કોઈ તકલીફ ન ઉભી થાય તેવી અનોખી પહેલ કરવામાં આવી હતી.

વધુ માં જણાવીએ તો હાલમાં જ થોડા દિવસ પહેલા, કાલાવડના જસાપર ગામના કેતનભાઈની દીકરી ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી, અને સારવાર માટે 10 લાખ રૂપિયાની જરૂર હતી. પરંતુ પોતે ખેતમજુરી કરી ગુજરાન ચલાવતા હતા. તેમના માટે દીકરીની સારવાર કરાવવી અશક્ય હતી, પરંતુ મહેશભાઈએ પોતાના પેજ થકી એક પોસ્ટ શેર કરી હતી. તે પોસ્ટના માધ્યમથી કેતનભાઈને ગણતરીના દિવસોમાં જ દીકરીની સારવારની રકમ એકથી થઇ ગઈ હતી. અને દીકરીની સારવાર કરવી શક્યા હતા. કેતનભાઈએ મહેશભાઈને ભાવભીની આંખે ધન્યવાદ કહ્યું હતું.

સોશ્યિલ મીડિયા(Social Media) માં આવા અનેક અવનવા પેજ અને ગ્રુપ દ્વારા ઓળખતા પણ ન હોય તેવા બીમારી થી લઈ અકસ્માત માં નોધારા થયેલ પરિવાર , વિધવા બહેનોના સંતાનો ના અભિયાંશ માટે અને જરૂરિયાતમંદ વ્યક્તિઓના પરિવારો ને વર્ષ 2019 થી લઇ આજદિન સુધી માં બે કરોડ થી પણ વધુ રકમ   જરૂરિયાતમંદ  વ્યક્તિઓના બેન્ક ખાતા માં સોશ્યિલ મીડિયા થકી દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવવા મળ્યું છે.

ગુજરાત અને દેશ-વિદેશ ના યુવાન મિત્રો ને મહેશ ભુવા નો સોશ્યિલ મીડિયા નો સદ્દઉપયોગ  કરીને જે સેવા કરવાનો વિચારો આવ્યો અને સેવા કરી રહ્યા છે એ તમામ યુવાનોને પ્રેરણાત્મક નીવડે તેવું છે.તેમના સેવા કાર્ય થકી આજ દિન સુધી ઘણા જરૂરિયાતમંદ પરિવારોને મદદ પુરી પાડી છે.આવનાર દિવસો માં પણ આવા અનેક પરિવારો ને મદદ કરવા મહેશ ભુવા અને તેમની ટીમ તૈયાર છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp